Homeગુર્જર નગરીરાજકોટમાં હની ટ્રેપઃ મહિલાએ સુરેન્દ્રનગરના યુવકને હોટેલમાં રાત્રિ રોકાણ માટેની લાલચ આપી...

રાજકોટમાં હની ટ્રેપઃ મહિલાએ સુરેન્દ્રનગરના યુવકને હોટેલમાં રાત્રિ રોકાણ માટેની લાલચ આપી ખંખેરી લીધો

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં હની ટ્રેપમાં ફસાવી યુવક પાસેથી રૂપિયા ખંખેરવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના લીંબડીના ખંભલાવ ગામના યુવાનને રાજકોટની યુવતીએ પતિ ઘરે ન હોવાનું કહીને હોટેલમાં રાત રોકાવાની લાલચ આપી રાજકોટ બોલાવ્યો હતો અને રૂપિયા પડાવ્યા હતા. આ મામલે પોલીસે એક યુવતી સહિત 3 આરોપીની ધરપકડ કરી લીધી છે જ્યારે ફરાર વધુ 3 આરોપીની શોધખોળ ચાલું છે.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટની યુવતીએ ફરિયાદી યુવકને ફોન કરીને જણાવ્યું હતું કે મારો પતિ જામનગર ગયો છે ઘરે કોઈ નથી. આમ કહીને યુવકને રાજકોટ ગ્રીન લેન્ડ ચોકડીએ બોલાવ્યો હતો અને બાદમાં ચોટીલા પાસેની હોટેલ સુધી લઈ ગઈ હતી. જ્યાં વચ્ચે રસ્તામાં પાછળથી 3 યુવાનો આવી પોલીસની ઓળખ આપીને યુવક પાસે રહેલા બે મોબાઈલ, રોકડ રકમ સહિત 90 હજાર પડાવી લીધા હતા.

રાજકોટ પોલીસે આ કેસમાં પકડેલા આરોપીઓમાં જીતુદાન જેસાણી, રાહુલ નિમાવત અને જાનકી ઉપરાનો સમાવેશ થાય છે. આ બનાવમાં જામનગરની નિકીતા ગોપીયાણીએ તેના પતિ અને પતિના મિત્રો સાથે મળી હની ટ્રેપનો પ્લાન બનાવ્યો હતો. જેમાં લીંબડીના ખંભલાવના યુવાનને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી બોલાવ્યો હતો. ત્યારબાદ ચોટીલા નજીક લઈ ગયા હતા. અહીં નિકીતાનો પતિ સંદિપ ગોપીયાણી અને તેના મિત્રો પહોંચી કાર રોકી પોલીસ તરીકે ઓળખ આપી ધાક ધમકી આપી હતી. દરમિયાન યુવક પાસેથી 40,000થી વધુની રોકડ રકમ તેમજ 45,000 કિંમતના બે મોબાઇલ ફોન પડાવી લીધા હતા. ફરિયાદી યુવાને પોલીસને જાણ કરતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી ફરાર મુખ્ય મહિલા આરોપી સહિત ત્રણની શોધખોળ હાથ ધરી છે.

પોલીસનાં જણાવ્યા પ્રમાણે ફરાર આરોપી નિકીતા ગોપીયાણીએ લીંબડીના યુવાનનો સંપર્ક કરી મિત્રતા કેળવી બાદમાં તેનો પતિ ઘરે ન હોવાનું કહી રાત્રે બહાર હોટેલમાં જવા લાલચ આપી હની ટ્રેપ માટે પ્લાન બનાવ્યો હતો. આ મુજબ યુવક સાથે નિકીતા ઉર્ફે પૂજા કારમાં બેસી જતા પાછળથી અન્ય 3 યુવાનો આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને મામલો પતાવવા માટે રૂપિયાની માંગ કરી માર માર્યો હતો. આરોપીઓએ યુવક પાસેથી 8500 રોકડ તેમજ ATMમાંથી વધુ 38,000 ઉપાડી અને 45,000  કિંમતના બે મોબાઇલ પડાવી લીધા હતા.

પોલીસે આ કેસમાં 3 આરોપીને કુલ 3 લાખ 51 હજારના મુદામાલ સાથે પકડી પાડી ફરાર મુખ્ય આરોપી નિકીતા ગોપીયાણી, તેનો પતિ સંદિપ ગોપીયાણી અને જયદિપ ગોહિલને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments