Homeગુર્જર નગરીરાજકોટ રેલવે સ્ટેશન બહાર યુવકની લટકતી લાશ જોવા મળી

રાજકોટ રેલવે સ્ટેશન બહાર યુવકની લટકતી લાશ જોવા મળી

Team Chabuk-Gujarat Desk: રાજકોટ (Rajkot) શહેરના ટ્રાફિક અને લોકોની અવરજવરથી ધમધમતા જંક્શન (Junction) વિસ્તારમાં લટકતી લાશે જોનારાઓમાં ભયનું લખલખું પસાર કરી દીધું છે. રેલવે સ્ટેશન (Railway Station)ની બહાર આવેલ સાઈન બોર્ડ પર લટકતી હાલતમાં એક પુરુષની લાશ (Dead Body) જોવા મળી હતી. એ પછી તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડ (Fire Brigade)ના સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લાશને ઉતારી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  

સવારમાં રાજકોટ રેલવે સ્ટેશનના ગેટની બહાર આવેલા સાઈનબોર્ડ પર પરપ્રાંતિય યુવકની લાશ લટકતી જોવા મળી હતી. લાશને જોતા પ્રાથમિક દૃષ્ટીએ એવું લાગી રહ્યું હતું કે તેણે આત્મહત્યા કરી છે. મૃતક પાસેથી મળેલા ઓળખપત્રમાંથી આ પરપ્રાંતિય યુવકનું નામ જાણવા મળ્યું હતું. યુવકનું નામ રામચરણ મહારાજગંજ અમૃતિયા છે. યુવક ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.

પોલીસે આત્મહત્યા છે, આકસ્મિક મૃત્યુ છે કે હત્યા તે જાણવા માટે લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડી છે. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી યુવક અહીં કેવી રીતે ચડ્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે. જે પરથી બનાવ બન્યાનો સમય અને આત્મહત્યા છે કે કોઈ અન્ય કારણ તે જાણી શકાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments