Team Chabuk-National Desk: મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના વિદિશા (Vidisha) જિલ્લાના ગંજબાસૌદાના લાલ પઠાર (lal Padhar) ગામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ગુરૂવારના રોજ 15 જુલાઈના મોડી રાત્રે લાલ પઠાર ગામના અસંખ્ય લોકો કૂવામાં (Well) પડી ગયા. કૂવામાં એક કિશોરના પડી જવાની સૂચના મળ્યા પછી મદદ કરવા માટે લોકોના ટોળાના ટોળા ઉમટ્યા હતા. જેમાંથી એક સાથે કેટલાય લોકો કૂવાની છત ઉપર ચડી ગયા હતા અને બાળકને બચાવવાની પ્રક્રિયામાં લાગ્યા હતા. લોકો મોટી સંખ્યામાં હોવાના કારણે કૂવાની છતે જવાબ આપી દીધો અને તે ગબડી પડી. આશરે 15થી 40 લોકો છત નમી જતા કૂવામાં પડી ગયાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ત્રણનાં મોત
આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા છે. ત્રણે લોકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. એસડીઆરએફ, એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસનની ટીમે કુલ 16 લોકોને રેસક્યુ કરી બહાર કાઢી લીધા છે. જ્યારે હજુ પણ 13 લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
30 ફૂટ ઊંડો કૂવો
મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના ગંજબાસૌદાના લાલ પઠાર ગામમાં પાણી ભરવા માટે એક કૂવો છે. કૂવા (Well) ઉપર સિમેન્ટની છત બનાવવામાં આવી હતી. ગુરૂવારની રાતે પાણી ભરવા માટે એક 14 વર્ષીય કિશોર સાંજના છ વાગ્યે કૂવા પાસે ગયો હતો. આ કિશોર કૂવામાં પડી ગયો હતો. જેને બચાવવા ગામના લોકો કૂવાની પાસે એકત્રિત થઈ ગયા. જેમાંથી કેટલાય કૂવાની છત પર ચડી ગયા હતા. વજન વધી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. 30 ફૂટ ઉંડા આ કૂવામાં વચ્ચેનો ભાગ જ ખુલ્લો રહેતો હતો. કૂવામાં દસથી પંદર ફૂટ જેટલું પાણી હતું. રાહતની કામગીરી આખી રાત ચાલી હતી જ્યાં અગિયાર વાગ્યે બચાવ કાર્યમાં લાગેલું ટ્રેક્ટર પણ માટીમાં ખૂંપી ગયું હતું.
શિવરાજ સિંહે સક્રિય
દુર્ઘટનાની ખબર મળ્યા બાદ એસડીઆરએફની ટીમ બચાવકાર્ય માટે ઘટનાસ્થળ પર જવા રવાના થઈ ગઈ હતી. જિલ્લાના મુખ્ય પોલીસ અધિકારીઓ પણ રવાના થઈ ગયા હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Sinh Chauhan) પણ ઘટનાને લઈ ટ્વીટ કર્યું હતું, ‘વિદિશા જિલ્લાના ગંડબાસૌદાના કેટલાક લોકો કૂવામાં પડી ગયાની જાણકારી મળી છે. ઘટનાસ્થળ પર એસડીએમ (SDM) ઉપસ્થિત છે. મારા આદેશ પર જિલ્લા કલેક્ટર અને એસપી (SP) પણ ત્યાં પહોંચી રહ્યા છે. પ્રશાસનની ટીમ તત્પરતાની સાથે બચાવ કાર્યમાં લાગેલી છે. હું સતત સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યો છું.’ શિવરાજ સિંહ પોતાની દતક લીધેલી દીકરીઓનાં વિવાહમાં વ્યસ્ત હતા જ્યારે તેમને ઘટનાની જાણકારી મળી તો તેમણે ત્યાં જ કન્ટ્રોલ રૂમ તૈયાર કરી નાખ્યો હતો અને બાગડોર સંભાળી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત