Homeગુર્જર નગરીરાજકોટઃ પ્રેમી સાથે મૈત્રી કરારથી રહેતી યુવતીની આત્મહત્યા

રાજકોટઃ પ્રેમી સાથે મૈત્રી કરારથી રહેતી યુવતીની આત્મહત્યા

Team Chabuk-Gujarat Desk: રાજકોટના રૈયાધારમાં ભાડાના મકાનમાં રહેતી નિલમ પ્રફુલ મેરિયા નામની યુવતીએ તાજેતરમાં જ આત્મહત્યા કરી લીધી હતી. ગત 6 સપ્ટેમ્બરે ફાંસો ખાઇ યુવતીએ જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે.

સમગ્ર મામલે નિલમના અમદાવાદ રહેતા પિતા મહેન્દ્રભાઇ વશરામભાઇ સોલંકીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે નિલમના પ્રેમી પ્રફુલ કિશોર મેરિયાનું નામ આપ્યું હતું, મહેન્દ્રભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નિલમના અગાઉ જ્ઞાતિના યુવક સાથે લગ્ન થયા હતા.

તેને સંતાનમાં એક પુત્રી અને એક પુત્રની પ્રાપ્તી થઇ હતી, પતિ સાથે મનમેળ નહીં થતાં નિલમે છૂટાછેડા લઇ લીધા હતા અને છ મહિના પૂર્વે પ્રફુલ મેરિયા સાથે મૈત્રી કરાર કરી તેની સાથે રાજકોટમાં રહેતી હતી અને તેના બંને સંતાનોને પણ સાથે રાખતી હતી. પ્રફુલ મેરિયા બંને બાળકોને પિયર મૂકી આવવાનું કહી બાળકો અને નિલમને મારકૂટ કરતો હતો અને તેના ત્રાસથી કંટાળી નિલમે આત્મહત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments