Homeવિશેષકબજિયાતથી પરેશાન રહેતા લોકો રોજ કરે આ આસન, દૂર થશે સમસ્યા

કબજિયાતથી પરેશાન રહેતા લોકો રોજ કરે આ આસન, દૂર થશે સમસ્યા

Team Chabuk-Health Desk: તમારું પેટ દરરોજ યોગ્ય રીતે સાફ થતું નથી તો તેના કારણે તમારુ સ્વાસ્થ ઝડપથી પ્રભાવિત થઈ શકે છે. કબજિયાતની સમસ્યાને દૂર રાખવા માટે સૌથી પહેલા તમે તમારા આહારમાં ફાઈબર અને પાણીની માત્રા વધારો. આ સિવાય તમે તમારા રોજિંદા જીવનમાં યોગ અને આસનનો સમાવેશ કરીને પણ આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

તાડાસન- મેટ પર સીધા ઉભા રહો અને બંને હાથની આંગળીઓને એકબીજા સાથે જોડી ઉપર ઉઠાવતા આખા શરીરને ખેચવાનો પ્રયત્ન કરો. તમે સંતુલન વધારવા માટે તમારા અંગૂઠા પર ઉભા રહો. જ્યાં સુધી તમારી ક્ષમતા હોય ત્યાં સુધી આ રીતે મુદ્રામાં રહો. પછી ધીમે-ધીમે હાથ નીચે લાવો અને રિલેક્સ કરો. આ યોગ શરીરમાં સંતુલન વધારવાની સાથે સાથે પેટની અનેક સમસ્યાઓ અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.

kabj

વજ્રાસન- જ્યારે પણ તમે ભોજન કરો ત્યાર બાદ વજ્રાસનમાં દરરોજ બેસો. આમ કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે. આ માટે તમે તમારા ઘૂંટણને વાળીને અને તમારા પગને સ્પર્શ કરીને મેટ પર બેસો. કમર અને ગરદનને સીધી રાખો અને પગની એડિને સાથે જોડીને રાખો. બંને હાથને ઘૂંટણ પર રાખો. થોડીવાર આ મુદ્રામાં બેસી રહો અને આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લો.

તિર્યક ભુજંગાસન- પેટ પર સૂઈ જાઓ અને બંને પગ વચ્ચે થોડું અંતર રાખો. બંને પગના પંજા બહારની તરફ હશે. હવે હથેળીઓને તમારા ખભાની બંને બાજુ રાખો. હવે શ્વાસ લેતી વખતે તમારા શરીરને કમર સુધી ઉપર કરો અને જમણી બાજુથી ખસેડતી વખતે ડાબા પગને જોવાનો પ્રયાસ કરો. પછી તમારી ગરદન સીધી કરીને સૂઈ જાઓ. હવે બીજી બાજુથી પણ આવું કરો. તમે આ રીતે દસ વખત કરો.

ઉદરાકર્ષણ આસન – તેન કરવા માટે તમારા ઘૂંટણને વાળી બંને પગની એડી અને અંગૂઠા પર બેસી જાઓ. બંને હાથને ઘૂંટણ પર રાખો. હવે ઊંડો શ્વાસ લો પછી શ્વાસ છોડતી વખતે જમણા ઘૂંટણને જમીન પર ડાબા પંજા પાસે રાખો અને ડાબા ઘૂંટણને છાતી તરફ લાવીને દબાવો. આમ કરતી વખતે પેટ પર દબાણ બનાવવામાં આવે છે. તમે આ 10 વખત અભ્યાસ કરો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments