Homeવિશેષલીવર ડેમેજ થવાના કારણે શરીરમાં આ ખતરનાક સંકેત જોવા મળે છે, આ...

લીવર ડેમેજ થવાના કારણે શરીરમાં આ ખતરનાક સંકેત જોવા મળે છે, આ રીતે બચાવ કરવો જોઈએ

Team Chabuk-Health Desk: લીવર નબળુ થવા પર ભૂખ ન લાગવી, ઉંઘ ન આવવી, ઉલ્ટી થવી, નબળાઈ લાગવા જેવી સમસ્યાઓ થાય છે વધારે સમય સુધી લીવર ડેમેજ રહેવાના કારણે લીવર પર સિરોસિસ થવાનો ખતરો પણ વધી જાય છે.

શરૂઆતમાં લીવર ડેમેજ થવાના લક્ષણો ગંભીર નથી હોતા. સમય રહેતા સારવાર કરવામાં આવે તો લીવરને ડેમેજ થતા બચાવી શકાય છે. લીવરની બીમારી હોવાનું નિદાન થયું હોય તો તમારે આલ્કોહોલનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ઘણી વખત લોકો થોડું જમે છે તો પણ તે ખોરાકને પચાવી શકતા નથી. લીવર નબળુ હોવાના કારણે આવુ બને છે. જમવાનું પચાવવામાં અને શરીરમાંથી ટૉક્સિક પદાર્થોને બહાર કાઢવામાં લીવર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

લીવર નબળુ થવા પર ભૂખ ન લાગવી, ઉંઘ ન આવવી, ઉલ્ટી થવી, નબળાઈ લાગવા જેવી સમસ્યાઓ થાય છે વધારે સમય સુધી લીવર ડેમેજ રહેવાના કારણે લીવર પર સિરોસિસ થવાનો ખતરો પણ વધી જાય છે. લીવરમાં કંઈ સમસ્યા થાય તો શરુઆતમાં સંકેતો જોવા મળે છે.

લીવર સાથે જોડાયેલી બીમારીનું કારણ કંઈપણ હોય શકે છે, જેમ કે વાયરસનું સંક્રમણ, દારુ અને સ્થૂળતા. સમસ્યા ગંભીર થવા પર લીવર ડેમેજ થઈ શકે છે. સમય રહેતા સારવાર કરવામાં આવે તો લીવરને ડેમેજ થતા બચાવી શકાય છે.

liver

લીવર ડેમેજ થવાના લક્ષણો

શરૂઆતમાં લીવર ડેમેજ થવાના લક્ષણો ગંભીર નથી હોતા પરંતુ તેમ છતાં જો તમે આમાંથી વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો આ લીવર ડેમેજના સંકેતો હોઈ શકે છે. જેમ કે –

1 સ્કીન અથવા આંખોનું પીળું પડવું

2 પેટમાં દુખાવો અથવા પેટમાં સોજો

3 પગ ઘૂંટીઓમાં સોજો

4 ટોયલેટમાં પીળાશ

5 પેશાબનો રંગ બદલવો

6 ભૂખ ન લાગવી

7 ઉબકા અથવા ઉલટી

8 થાકેલા હોય તેવુ લાગવું

લીવર સાથે જોડાયેલી બીમારીથી કઈ રીતે બચવું

દારુ- જો તમને લીવરની બીમારી હોવાનું નિદાન થયું હોય તો તમારે આલ્કોહોલનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આલ્કોહોલ લીવર માટે સારું નથી.

વજન- લીવર સંબંધિત રોગોનું એક કારણ સ્થૂળતા છે. ખાવાની સારી આદતોથી આ રોગોથી બચી શકાય છે.

કોઈપણ દવા લેવી- ડોક્ટરની સલાહ લીધા વગર કોઈપણ દવા ન લેવી જોઈએ. કોઈપણ દવા લેવા પર તેની સીધી અસર લીવર પર થાય છે.

સ્વચ્છતા- જમતા પહેલા હાથને સારી રીતે ધોવા જોઈએ. અને જો તમે રસોઇ કરી રહ્યા હોય તો ખોરાક બનાવતા પહેલા તમારા હાથ ધોવાનું ભૂલશો નહીં. નબળી સ્વચ્છતા ખોરાકને દૂષિત કરી શકે છે અને લીવરને લગતા રોગ કરી શકે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments


Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/thechabu/public_html/wp-includes/functions.php on line 5420

Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/thechabu/public_html/wp-includes/functions.php on line 5420