Homeગુર્જર નગરીમોટા અવાજવાળા ટુ-વ્હીલર હોય તો ચેતી જજો, ગુજરાતમાં કાર્યવાહી શરૂ

મોટા અવાજવાળા ટુ-વ્હીલર હોય તો ચેતી જજો, ગુજરાતમાં કાર્યવાહી શરૂ

Team Chabuk Gujarat Desk: બુલેટમાં વધુ અવાજ કરતાં સાયલેન્સર લગાવી ત્રાસ કરતાં નબીરાઓ ચેતી જજો. કારણે કે હવે રસ્તા પર નીકળશો તો દંડાશો. વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુની રજૂઆતને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગંભીરતાથી લીધી છે અને ધ્વની પ્રદૂષણ કરતાં વાહનચાલકો વિરુદ્ધ કડક કાર્વયાહી કરવાનો આદેશ આપ્યો છે. રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રીના આદેશની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં રાજકોટમાં કુલ 21 બુલેટચાલકો દંડાયા છે. 21 બુલેટ ચાલકો પાસેથી કુલ 20 હજાર રૂપિયા કરતાં વધુ દંડ વસૂલાયો છે.

રાજકોટમાં કાર્યવાહી થતાં હવે અન્ય મેટ્રો શહેર અને તાલુકાઓમાં પણ આ નિયમ અમલી બનશે. રાજકોટ બાદ હવે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ કાર્યવાહી શરૂ કરાશે. ટ્રાફિક પોલીસ જેમ લાયસન્સ, સીટબેલ્ટ અને હેલ્મેટ અંગે મેમો ફટકારે છે તેમ હવે મોટો અવાજ કરતાં વાહનચાલકોને પણ દંડ ફટકારશે. ટ્રાફિક પોલીસ આ લોકોના વાહનો ડિટેઈન કરવા સુધીની પણ કાર્યવાહી કરશે.

આ અંગે વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને કાર્યવાહી કરવા માગણી કરી હતી. ગુજરાતમાં મોટા તેમજ નાના શહેરોમાં નબીરાઓ વટ પાડવા માટે વાહનોને મોડીફાઈડ કરાવતા હોય છે. કેટલાક નબીરાઓ વાહનના સાયલેન્સર સાથે ચેડા કરી વાહનમાંથી મોટો અવાજ આવે તેવી રીતે બાઈક-બુલેટ બનાવતા હોય છે. આ અંગે આર.સી.ફળદુનું ગુજરાતના જ જાગૃત નાગરિકે ધ્યાન દોર્યું હતું. નાગરિકનો મુદ્દો બરાબર લાગતાં આર.સી.ફળદુએ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને આ અંગે કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો

પત્રમાં શું લખ્યું હતું ?

આર.સી.ફળદુએ લખ્યું હતું કે, ‘પોતાની જાતિગત ઈમેજ ઉભી કરવા તથા રાહદારીઓનું પોતાના તરફ ધ્યાન આકર્ષાય અને તેમના મલીન ઈરાદાઓ સફળ થાય તે માટે બુલેટ લઈને ફૂલ સ્પીડમાં નીકળે છે. આ રજૂઆત પરત્વે નિયમોનુસાર કાર્યવાહી કરાવા ભલામણ છે.’

જાણવા જેવું

વધુ પડતાં અવાજથી મનુષ્યમાં બહેરાપણું આવી જાય છે. મનુષ્યના કાનની શ્રાવ્ય મર્યાદા 20Hz થી 20,000HZ છે. એટલે કે, 20Hz થી ઓછો અવાજ મનુષ્ય સાંભળી શકતો નથી જ્યારે 20,000HZથી વધુ અવાજ સાંભળવા માટે પણ તકલીફ પડે છે. ધ્વનીની પ્રબળતા ડેસીબલમાં દર્શાવાય છે. જો 80 ડેસીબલ કરતાં વધુ અવાજ થતો હોય તો તે મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 80 ડેસીબલ કરતાં વધુ અવાજ ધ્વનિ પ્રદૂષણ છે. મનુષ્યની સાંભળવાની ક્ષમતા વધુમાં વધુ 140 ડેસીબલની છે. તેનાથી મોટા અવાજથી કાનનો પડદો ફાટી જાય છે. આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે તે અવાજ 10થી 12 ડેસીબલનો હોય છે. 30 ડેસીબલ સુધીનો અવાજ માણસને સાંભળવો ગમે છે જ્યારે શૂન્યાવકાશમાં અવાજનું પ્રસરણ નથી થતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments