Homeગામનાં ચોરેસ્માર્ટફોનની ખરીદીમાં સ્માર્ટ બનોઃ આ રહ્યા સસ્તા અને સારા ફોન

સ્માર્ટફોનની ખરીદીમાં સ્માર્ટ બનોઃ આ રહ્યા સસ્તા અને સારા ફોન

Team Chabuk Tech Desk: મોબાઈલ ફોન પાછળ લોકો હજારો રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે. ઘણા લોકોને મોંઘાદાટ ફોન વાપરવાનો શોખ હોય છે. ગજવું ભરેલું હોય તો બધા શોખ જાગે તે સ્વભાવિક છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે માને છે કે ગમે તેવો મોંઘો ફોન હોય. બે-ત્રણ વર્ષ ઉપયોગ કરો એટલે બદલવાનું મન થાય જ. તેથી આવા લોકો સસ્તો ફોન વાપરવાનું પસંદ કરતાં હોય છે. તો ઘણા બજેટ ન હોવાના કારણે ખીસ્સાને વજન ન પડે તેવા ફોન વાપરતાં હોય છે. હવે માર્કેટમાં ફોન પણ સસ્તા થઈ રહ્યા છે. ગ્રાહકો પાસે સ્માર્ટ ફોનમાં ઘણા વિકલ્પો છે. ફોન લેતા પહેલા સામાન્ય રીતે લોકો તેનો કેમેરો, બેટરી, ડિસ્પ્લે અને ડિઝાઈન, પ્રોસેસર જેવી બાબતોનું ધ્યાન રાખતા હોય છે. પરંતુ જો ઓછા બજેટમાં પણ તમામ ફિચર્સ ધરાવતો સારો ફોન મળી જાય તો પછી ચિંતા શેની. આવો વાત કરીએ 8 હજાર રૂપિયાથી ઓછામાં મળતાં સ્માર્ટફોનની.

Redmi 9A

જો તમે આઠ હજારથી વધુ રૂપિયા સ્માર્ટફોન પાછળ ખરીદવા નથી માગતા તો Redmi 9A તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. આ ફોનમાં 5000 mAhની પાવરફુલ બેટરી પણ મળે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ સાથે આ સ્માર્ટફોન તમને 7499 રૂપિયામાં મળી જશે.

Poco C3

Poco C3  સ્માર્ટફોન કંપનીએ ગત ઓક્ટોબરમાં જ લોન્ચ કર્યો છે. લોન્ચ થતાંની સાથે જ ઓછા બજેટને ધ્યાને લઈને ખરીદી કરતાં ગ્રાહકોમાં આ સ્માર્ટફોન ફેવરિટ બની ગયો છે. આ ફોનની ખાસિયત એ છે કે તેમાં ટ્રિપલ રિઅર કેમેરા આપવામાં આવ્યા છે. જેમાંથી પ્રાયમરી કેમેરો 13 મેગાપિક્સલ, માઈક્રો કેમેરો 2 મેગાપિક્સલ અને પોટ્રેટ કેમેરો 2 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. ફ્રન્ટ કેમેરો 5 મેગાપિક્સલનો છે. Poco C3માં 6.53 ઈંચની ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે. Poco C3માં MediaTek Helio G35નું ઓક્ટા કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 3 જીબી રેમ અને 32 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે. ફોનની બેટરીની ક્ષમતા 5000 mAhની છે. આ ફોનની કિંમત પણ 7499 રૂપિયા રાખવામાં આવી છે.

Nokia 2.3

જૂની અને જાણીતી કંપની નોકિયા પણ હવે સ્માર્ટફોન વેચી રહી છે. એ પણ ઓછા બજેટના સ્માર્ટફોન. Nokia 2.3 પણ લોકોને પસંદ પડી રહ્યો છે. પસંદ પડવાનું કારણ તેની ઓછી કિંમત તો છે જ સાથે સાથે નોકિયા જેવી જુની કંપની આ ફોનમાં ફિચર્સ પણ સારા આપી રહી છે. Nokia 2.3નું UI ઘણા લોકોને પસંદ આવી રહ્યું છે. ફોનની ડિસ્પ્લે 6.20 ઈંચની છે. ફોનમાં 4000 mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોન MediaTek MT6761 Helio A22 ક્વાડ કોર પ્રોસેસર સાથે આવે છે. Nokia 2.3માં પાછળ બે કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં પ્રાયમરી કેમેરો 13 મેગાપિક્સલ છે અને સેલ્ફી કેમેરો 5 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 2જીબી રેમ અને 32જીબી ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોનની કિંમત 7699 રૂપિયા છે.

Realme C11

Realmeની ડિઝાઈન અને બ્રાંડને પસંદ કરનારા Realme C11 સ્માર્ટફોન ખરીદવાનું વિચારી શકે છે. આ ફોનની ડિસ્પ્લે 6-5 ઈંચ છે. ફોનની પાછળ ડબલ કેમેરોનું સેટઅપ છે. જેમાં પ્રાયમરી કેમેરો 13 મેગાપિક્સલનો છે અને સેલ્ફી કેમેરો 5 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે. પ્રોસેસરની વાત કરીએ તો MediaTek Helio G35નું પ્રોસેસર અપાયું છે. ફોનમાં 2જીબી રેમ અને 32જીબી ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. Realme C11 સ્માર્ટફોનની કિંમત 7499 રૂપિયાથી શરૂ થાય છે.

Samsung Galaxy M01

સ્માર્ટફોનની શ્રેણીમાં આજે પણ લોકો સેમસંગ બ્રાન્ડ પર વધુ ભરોસો મૂકે છે. તેથી સેમસંગનો ઓછો બજેટમાં સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો Samsung Galaxy M01 બેસ્ટ વિકલ્પ છે. આ સ્માર્ટફોનમાં ડબલ રિયર કેમેરા સેટઅપ છે. પ્રાયમરી કેમેરો 13 મેગાપિક્સલ છે જ્યારે 2 મેગાપિક્સલનો ડેપ્થ સેંસર કેમેરો છે. ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો તે 5 મેગાપિક્સલનો અપાયો છે. આ સ્માર્ટફોનમાં 3જીબી રેમ અને 32જીબી ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. Exynos 7870નું પ્રોસેસર છે. 5.7 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 પર ચાલે છે. 4000 mAhની બેટરી અપાઈ છે. ફોનની કિંમત 7499 રૂપિયા છે.

ઉપરના તમામ સ્માર્ટફોન 7000 થી 8000ની વચ્ચે મળી રહ્યા છે. બેટરી ક્ષમતા પણ તમામ સ્માર્ટફોનમાં 4000 mAh અથવા 5000 mAhની છે. રિયર કેમેરો લગભગમાં 13 મેગાપિક્સલ અને ફ્રન્ટ કેમેરો 5 મેગાપિક્સલનો જ છે. રેમ અને ઈન્ટરનલ મેમરીમાં પણ નજીવો તફાવત જોવા મળી રહ્યો છે. પ્રોસેસરમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે તમારે નક્કી કરવાનું છે કે કઈ કંપનીનો સ્માર્ટફોન ખરીદવો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments