Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક બહેનપણીએ આપઘાત કરી લેતા તેના શોકમાં બીજી બહેનપણીએ પણ જીવન ટૂંકાવી લીધુ હોવાનો દાવો કરાયો છે. બંને બહેનપણીના આપઘાતની ઘટનાથી રૈયાધાર અને ગાંધીગ્રામ શાસ્ત્રીનગરના બાવાજી અને ભરવાડ પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
મળતી માહિતી મુજબ શહેરના રૈયાધારના શીતળા માતાજીના મંદિર પાસે રહેતી 17 વર્ષીય પૂજા રમાવાત અને ગાંધીગ્રામ શાસ્ત્રીનગરમાં રહેતી જીવી ધ્રાંગિયાએ આત્મહત્યા કરી લીધી છે. 17 વર્ષીય પૂજાએ પોતાના ઘરમાં જ ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો છે. પૂજાના પિતા મજૂરીકામ કરે છે. ગઈકાલે તે ઘરે એકલી હતી ત્યારે રૂમને અંદરથી બંધ કરીને તાળુ લગાવ્યું હતું, પોતાની જ ચૂંદડી વડે ગળેફાંસો લગાવી લીધો હતો.
પૂજાએ બારણું ન ખોલતા ઘરનો દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો. અંદર જઈને જોયું તો પૂજાનો મૃતદેહ લટકી રહ્યો હતો. પૂજાના પરિવારને કઈ સમજાતું ન હતું. ત્યારબાદ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, પૂજા વારંવાર ફોનમાં વ્યસ્ત રહેતી હતી. જો કે, આખરે એવુ શુ થયુ કે તેણે આત્મહત્યાનો નિર્ણય લીધો. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. પૂજાના મોબાઈલમાંથી વધુ વિગતો મળી શકે છે.
પૂજાના આત્મહત્યા બન્યા બાદ મોડી રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ જીવીએ પણ આત્મહત્યા કરી લીધી હોવાની જાણ થઈ હતી. શહેરના ગાંધીગ્રામ રામપીર ચોકડી પાસે પરિવાર સાથે રહેતી જીવી રવિ ધ્રાંગિયાએ પશુઓને બાંધવાના ઢાળિયામાં લોખંડના એંગલમાં દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જીવી અને પૂજા બંને ખાસ બહેનપણીઓ હતી. બંને રૈયાધારમાં આવેલ એક દુકાનમાં પાંચ વર્ષથી ખજૂર પેકિંગનું કામ કરતી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે, પૂજાની આત્મહત્યાની જાણ થયા બાદ જીવી એટલું રડી હતી કે તે અર્ધબેભાન થઈ ગઈ હતી. હાલ આ રહસ્યમય ઘટના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં ચોંકાવાનારા ખુલાસા થઈ શકે છે.
(નોંધ-તસવીર પ્રતિકાત્મક છે)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત