Team Chabuk-Political Desk: પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો લાગ્યો છે. કોઈ પણ પાર્ટી સાથે નહીં જોડાઉ કહી ભાજપને ટાટા કરનારા બાબુલ સુપ્રીયોએ તૃણમૂલ કોંગ્રેસનો પાલવ પકડી લીધો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની હાજરીમાં બાબુલ સુપ્રિયોએ ટીએમસીમાં વિધિવત પ્રવેશ કર્યો હતો.
જુલાઈ મહિનામાં બાબુલે અચાનક જ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. એ સમયે લાગતું હતું કે બંગાળમાં થયેલા પરાજયના કારણે બાબુલ પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો છે. તેમણે પોતાના નિવેદનમાં પણ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે હાર માટે માત્ર હું જ જવાબદાર નથી. એ પછી તેઓ સમાચારમાંથી લુપ્ત થઈ ગયા હતા અને એકાએક આજે સમાચાર આવે છે કે બાબુલ હવે મમતાના મહાકાય રથમાં સવાર થઈ ગયા છે.
બાબુલ સુપ્રિયોના પાર્ટીમાં જોડાયા બાદ ટીએમસી તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. નિવેદનમાં ઉમળકાભેર લખવામાં આવ્યું છે કે, ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી અને રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી અને આસનસોલથી વર્તમાન સાંસદ એવા બાબુલ સુપ્રિયોએ ટીએમસીમાં પ્રવેશ કરી લીધો છે. અમે તેમનું પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને રાજનીતિમાંથી સંન્યાસ લેવાનું કહી દીધું હતું. તેમણે તત્કાલીન સમયે ફેસબુક પોસ્ટ પણ કરી હતી. જેમાં તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે જનતાની સેવા કરવા માટે રાજનીતિમાં રહેવાની જરૂર નથી. રાજનીતિથી અડગા રહીને પણ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરી શકાય છે. જોકે હવે અચાનકથી તેઓ તૃણમૂલમાં જોડાઈ ગયા છે.
તાજેતાજો ઘાણવા
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત