Homeગુર્જર નગરીમોતનું રહસ્ય: રાજકોટમાં એક મિત્ર ઘરે તો એક મિત્ર રેતીના ઢગલા પર...

મોતનું રહસ્ય: રાજકોટમાં એક મિત્ર ઘરે તો એક મિત્ર રેતીના ઢગલા પર બેભાન થઈ ગયો, બંનેનું થયું મોત

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં એક કમકમાટીભરી અને રહસ્ય ઉપજાવતી ઘટના બની છે. જેનાથી સમગ્ર રાજકોટ હતભ્રત થઈ ગયું છે. 16 વર્ષીય દિશાંત અને 20 વર્ષીય શ્યામ નામના બે મિત્રો અલગ અલગ જગ્યાએ બેભાન થઈ ગયા હતા. બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને બંનેના મોત નીપજ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેએ ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું છે. પણ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આખરે શા કારણે યુવાન અને કિશોરે આ પગલું ભર્યું ?

રાજકોટ શહેરનાં કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટ પાછળ લોકમાન્ય તિલક ટાઉનશીપના RMC ક્વાર્ટરમાં રહેતાં અને અભ્યાસ કરતાં 16 વર્ષીય, સગીર વયનો દિશાંત ઘરે આવી સેટી પર ઉંઘી ગયો હતો. થોડીવારમાં જ તેના મોઢામાંથી સફેદ ફીણ નીકળવા લાગતા તેના પરિવારના લોકો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા અને રીક્ષા મારફતે દિશાંતને હોસ્પિટલ લઈ ગયા હતા. રસ્તામાં જ તેના પિતાએ તેને શું થયું? શું પીધું? જેવા પ્રાથમિક સવાલો કર્યા હતા પણ દિશાંત જવાબ નહોતો આપી શક્યો. અંતે સિવિલ હોસ્પિટલમાં જ તેણે અંતિમ શ્વાસ લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બીજી બાજુ સંત કબીર રોડ પર ગોકુલનગર-1માં રહેતાં તથા યાર્ડમાં મજૂરી કરતાં તેના 20 વર્ષના મિત્ર શ્યામ વિનુભાઇ મેવાડા મોરબી રોડ પર જૂના જકાતનાકા પાસે રેતીના ઢગલા પર બેભાન થઈ પડ્યો હતો. તેની નજીક બાઈક હોય 108ને જાણ કરવામાં આવી હતી. તેને પણ સિવિલમાં ખસેડવામાં આવતા, તે પણ મૃત્યુ પામ્યો હતો. યુવાનની પાસે મોબાઈલ હોય તેનાથી સંપર્ક કરતા તેના ભાઈ રોહિત મેવાડાને ફોન લાગ્યો હતો અને યુવાનનું નામ શ્યામ મેવાડા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તેના ભાઈ રોહિતે કહ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી તેના વર્તનમાં પરિવર્તન આવી ગયું હતું અને તે સૌની સાથે ખૂબ ઓછું બોલતો હતો. હાલ પોલીસે આ સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments