Homeગુર્જર નગરીસુરત: રસી લીધી નહોતી અને મોબાઈલમાં સર્ટિફિકેટ પણ આવી ગયું

સુરત: રસી લીધી નહોતી અને મોબાઈલમાં સર્ટિફિકેટ પણ આવી ગયું

Team Chabuk-Gujarat Desk: ભારતભરમાં અસંખ્ય જગ્યાએ એવું બન્યું કે કેટલાય લોકોને રસી લીધા વગર જ સર્ટિફિકેટ મળી ગયા. કોઈને બીજો ડોઝ નજીક આવવાનો હોય અથવા તો તારીખ પસાર થઈ ગઈ હોય ત્યારે ઈમેલમાં સર્ટિફિકેટ મળી ગયું તો કોઈને સુરતના આ યુવક જેવું થયું. જોકે આ તમામ વસ્તુઓ પ્રોદ્યોગિકી ખામીના કારણે સર્જાઈ હોવાનું અંતમાં સામે આવ્યું હતું.

સુરતમાં વસતા લોકોને ખ્યાલ છે કે રસીનો સ્લોટ બુક કરવાની પ્રક્રિયા નાકમાં દમ લાવી દે એવી છે. એવામાં એક ચિત્ર વિચિત્ર કિસ્સો નોંધાયો છે. સુરતના પુણાગામના ગીતાનગરના રહેવાસી જેનીત ભરતભાઈ પેથાણીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમણે 7મી તારીખના રોજ રસીનો સ્લોટ બુક કર્યો હતો. જેથી તેમને આઠમી તારીખના રોજ સાયણ ખાતે આવેલી ડીઆરજીડી શાળામાં વેક્સિન માટેના ડોઝનું બુકિંગ મળ્યું હતું. જેનીતભાઈ સેન્ટર પર પહોંચ્યા ત્યારે ત્રણ લોકો જ હાજર હતા અને તેમને જવાબ મળ્યો કે રસી પૂર્ણ થઈ ગઈ છે. તેમને સાયણના સીએચસી ખાતે જવાનું જણાવવામાં આવ્યું હતું.

સાયણાના સીએસસીથી પણ એવો જવાબ મળ્યો હતો કે એપોઈન્ટમેન્ટ જ્યાંની હોય ત્યાં જવું. જેનીતભાઈ ફરી ઘરે આવી ગયા હતા અને એપોઈન્ટમેન્ટની પ્રક્રિયા આરંભી હતી. જ્યારે તેમણે ફોન નંબર સબમિટ કર્યો ત્યારે તેમણે રસી લઈ લીધી હોવાનું સામે આવ્યું હતું. તેમના નામનું બેચ નંબર-4121AA013M હેઠળ આપવામાં આવેલ પ્રથમ ડોઝનું સર્ટિફિકેટ પણ ડાઉનલોડ થયું હતું. તેમણે વધુ તપાસ કરતા સાયણ સેન્ટર પર તેમને અમિષાબહેને રસી આપ્યાનો ઉલ્લેખ હતો. જેનીતભાઈને તો ડોઝ મળ્યો નથી પણ તેમનો ડોઝ ગુમ થયો હોવાની સંભાવના સાથે ઓલપાડ પોલીસને અરજી કરી હોવાની જાણ થઈ હતી.  

આ ઘટના અંગે વરાછા ઝોનના નાયબ આરોગ્ય અધિકારી કિજલબહેન પટેલે જણાવ્યું હતું કે, પ્રોદ્યોગિકી ખામીના કારણે આવું થઈ શકે. રસી આપનાર નર્સ અને સાયણની શાળાના જવાબદારો સાથે ચર્ચા કરી ઘટનાની સત્યતાની તપાસ કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments