Team Chabuk-Special Desk: વારંવાર એક પ્રશ્ન મગજમાં ઘુમરાતો રહે છે કે સિંહની જગ્યાએ વાઘને શા માટે રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળી ગયો હતો. સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું. 1969માં તેના નામની ઘોષણા પણ થઈ હતી. જોકે 1973ની સાલમાં સિંહને કોરાણે મૂકી વાઘને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરી દેવામાં આવ્યું. કોઈ જાનવરને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવામાં આવે છે તો તેની પાછળનું કારણ શું હોય છે?
સ્વતંત્ર ભારતમાં આજના જ દિવસે 1973ની સાલમાં ભારતમાં એ સમયના સૌથી ખૂંખાર જાનવરમાંથી એક વાઘને સિંહની જગ્યાએ રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરી દેવામાં આવ્યું હતું. સિંહની જગ્યા જે વાઘે લીધી તેની નસ્લનું નામ રોયલ બેંગોલ ટાઈગર હતું. જે આજે દેશના અધિકાંશ રાજ્યમાં પોતાની હાજરીની નોંધ કરાવે છે.
1972ની સાલ સુધી રાષ્ટ્રીય પ્રાણી પરનો એકાધિકાર સિંહનો હતો. વર્ષ 2015માં ઝારખંડના રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી જેમણે ખૂદ સિંહના સંશોધન પર મોટું કામ કર્યું છે અને સિંહ પર આધારિત ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત પુસ્તક લખ્યું છે, તેમણે વાઘની જગ્યાએ સિંહને રાષ્ટ્રીય પ્રાણી બનાવવાની માગ કરી હતી. જોકે એ માગ પાણીમાં શેવાળ પડી રહે એમ પડી રહી. આગળ ન વધી શકી.
એશિયાનાં સિંહો ભારતની ખાસ ઓળખ રૂપે રહ્યા છે. મુખ્યત્વે મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં. અશોકની ચાર સિંહોની મુખાકૃતિ તેનું મોટું ઉદાહરણ છે. જે ભારતનું રાજચિન્હ છે અને સારનાથ સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. જ્યાં ગૌતમ બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ અપાયો તે જગ્યાએ સમ્રાટ અશોકે સિંહાકૃતિ બનાવી હતી. જે શક્તિ, બહાદુરી, માન અને આત્મવિશ્વાસનું પ્રતીક છે.
એક સમયે વાઘ મધ્યપ્રદેશ, દિલ્હી, ઝારખંડ અને હરિયાણામાં પણ હતા. ધીમે ધીમે વાઘ નાશપ્રાય થઈ ગયા અને અત્યારે માત્ર ગુજરાતના ગીર જંગલમાં જ તેમનું અસ્તિત્વ છે. બીજી બાજુ ભારતના વાઘ દેશના 16 રાજ્યમાં પોતાની ડણક પાથરી ચૂક્યા છે. આજે ફરી એક વખત મધ્યપ્રદેશ ટાઈગર સ્ટેટ બની ચૂક્યું છે. નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડે 1972માં વાઘને રાષ્ટ્રીય પશુ તરીકે ઘોષિત કર્યો હતો. 1972 એ એ સાલ છે જેમાં પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત વાઘને બચાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી.
બિલાડીની આશરે 36 કરતા વધારે પ્રજાતિ હોય છે. જેને બ્રિડાલવંશીના નામે ઓળખવામાં આવે છે. જેમાં કદનાં આધારે સૌથી મોટી પ્રજાતિ વાઘની છે. રોયલ ટાઈગરની પ્રજાતિના ગુણો સિંહ કરતા વધારે છે. તે આકારમાં પણ સિંહ કરતા વધારે મોટા હોય છે. એ જંગલમાં પોતાની ડણક માટે ઓળખવામાં આવે છે. ગર્જના કરી જંગલને પોતાની ઉપસ્થિતિથી ભરી દે તેવી બ્રિડાલવંશી પ્રજાતિમાં વિશેષજ્ઞો ચારનો સમાવેશ કરે છે. સિંહ, વાઘ, દીપડો અને જેગુઆર. વાઘની ગર્જનાને વાઈલ્ડ લાઈફની દુનિયામાં કોલિંગ શબ્દથી ઓળખવામાં આવે છે. તેની ગર્જના આખા જંગલને પોતાની હાજરીનો વર્તારો આપી ભયનું લખલખું પસાર કરી દે છે.
બેંગોલ ટાઈગર સિંહની જેમ ઝૂંડમાં ન રહીને એકલા રહેવાનું પસંદ કરે છે. ગુજરાતમાં આ માટે કહેવત પણ છે કે સિંહના ટોળા ન હોય. એ સ્વતંત્ર રીતે જંગલમાં રખડે છે. તે જ્યારે જંગલમાંથી પસાર થાય છે ત્યારે તેને જોનારા અન્ય જાનવરો રાડારાડી કરી તેની હાજરી વિશે અન્ય અપરિચિતોને અવગત કરી દે છે. જેનો અર્થ થાય છે કે જીવ બચાવીને ભાગી શકો તો ભાગી જાવ.
ભારતમાં વાઘનો શિકાર ખૂબ થતો હતો. ખાસ રાજાઓનાં સમયમાં. જેથી વાઘની સંખ્યામાં ઘટાડો આવી ગયો. ગુજરાતના ગીરમાં વાઘની સંખ્યા ઘટવા પાછળનું કારણ પણ આ જ હતું. આખરે તેમના સંરક્ષણ માટે ટાઈગર પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. વાઘ બાદ સિંહના સંરક્ષણ માટે પણ સરકારે મજબૂત પગલાં ઉઠાવ્યાં હતાં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત