Homeગુર્જર નગરીસુરતનો ભક્ત ચોર! માતાજીને પગે લાગી બધા દાગીના કાઢી ગયો

સુરતનો ભક્ત ચોર! માતાજીને પગે લાગી બધા દાગીના કાઢી ગયો

Team Chabuk-Gujarat Desk: અવારનવાર મંદિરોમાં ચોરી થતી રહે છે. તસ્કરો હાથફેરો કરીને ચાલ્યા જાય છે. સુરતમાં પણ આવી જ એક ઘટના બની જેમાં મંદિરની અંદર તસ્કરે ચોરીક કરતા પહેલા જે પ્રવૃત્તિ કરી તે જોઈ તો સૌ કોઈ ચોંકી ગયા. સુરતના વરાછામાં એક ભક્ત તસ્કર ચમક્યો છે! તેણે માતાજીનાં ગળામાં રહેલા ઘરેણા સાફ કરી નાખ્યા. પણ ઘરેણાં સાફ કરતા પહેલા તેણે જે કર્યું એ પણ અદભુત હતું.

સુરતમાં વારંવાર તસ્કરો ઘરમાં કે દુકાનમાં ત્રાટકી તાડા તોડી માલમતા લઈ જાય છે. હવે તસ્કરોની દૃષ્ટી મંદિરો તરફ ફંટાઈ છે. આવું જ બન્યું સુરતના વરાછા ખાતે આવેલા માતાજીના મંદિરમાં. જ્યાં ચોરે કરેલી ચોરી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે.

આ ચોર પર હસવું કે ફિટકાર વરસાવવો એ લોકો નક્કી કરી શકતા નથી. આ ચોર ભક્ત પ્રથમ તો માતાજીનાં દર્શન કરે છે. વિનમ્રપણે દર્શન કરે છે. તેની દર્શન કરવાની પદ્ધતિ જોઈને તો લાગતું જ નથી કે આ વ્યક્તિ ચોર હોય. દર્શનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એ માતાજીના દાગીના કાઢી ફરાર થઈ જાય છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો. એ પછી ઘટના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ. ચોર ભક્તની આવી ભક્તિ જોઈને તો લોકો અચંબિત થઈ ગયા. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોની જાણ મળતા પોલીસે તાત્કાલિક આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments