Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં એક અત્યંત બર્બરતા પૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના ભીમનગરમાં પતિની પ્રથમ પત્નીએ અન્ય મહિલાઓ સાથે મળીને પતિની બીજી પત્નીને નિર્વસ્ત્ર કરી ગુપ્તાંગ સહિતના ભાગોમાં મરચું ભરી દીધું હોવાનો આરોપ લાગ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આવેલા શાપર વેરાવળ ખાતે નીતુબેન પોતાના પતિ સુરેશભાઈ કુકડિયા સાથે રહે છે. ચાર વર્ષ પૂર્વે સુરેશભાઈ કુકડિયાએ એક પત્ની હોવા છતાં ભારતીબેન નામની મહિલા સાથે મંદિરમાં ગાંધર્વ વિવાહ કરી લીધા હતા. સુરેશભાઈની બીજી પત્ની ભારતીબેન રાજકોટ શહેરના નાના મૌવા પાસે આવેલા ભીમનગર ચોકમાં રહે છે.
સુરેશ કુકડીયા રાજકોટમાં રહેતી પોતાની બીજી પત્ની ભારતીબેનને થોડા દિવસોના અંતરે મળવા આવતો રહેતો હતો. આ વાતની જાણકારી સુરેશ કુકડીયાની પ્રથમ પત્ની નીતુબેનને થતા તેને આ પસંદ આવ્યું ન હતું જેથી તે સાતથી આઠ મહિલાઓ સાથે ભારતીબેનના ઘરે પહોંચી હતી. આરોપ છે કે, અહીં સૌ પ્રથમ તો ભારતીબેનને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને નિર્વસ્ત્ર કરી તેમના નાક, કાન, મોઢા અને આંખ તેમજ ગુપ્તાંગના ભાગે મરચું ભરવામાં આવ્યું હતું. બાદમાં મહિલાઓ ફરાર થઈ ગઈ હતી. સમગ્ર મામલાની જાણ પાડોશી મહિલાને થતા તાત્કાલિક તેમણે ભારતીબેનને સારવાર માટે સિવિલ હોસ્પટિલ લઈ ગયા હતા.
ભારતીબેનના શરીરના અનેક ભાગોમાં મહિલાઓ દ્વારા મરચું ભરી દેવામાં આવ્યું હોવાથી નર્સિંગ સ્ટાફ દ્વારા તેમને ત્રણ-ત્રણ વખત નવડાવવાની ફરજ પડી હતી. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા સુરેશ કુકડિયાની પત્ની સહિતની મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દીપ્તિ ઉર્ફે રુખશાર નામની પરિણીતાએ પોતાના પતિની પ્રેમિકાનું અપહરણ તેને માર માર્યો હતો હતો. આ કિસ્સામાં પણ આરોપીએ મહિલાના ગુપ્તાંગમાં મરચું ભરી દીધુ હોવાનો આરોપ લાગ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
