Team Chabuk-Gujarat Desk: ગુજરાતના ધૈર્યરાજસિંહ અને વિવાન જેવી ગંભીર બીમારીથી પીડિત વધુ બે બાળકો જોવા મળ્યા છે. સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફિ-1 રોગ વડોદરા શહેરના 6 મહિનાની ઉંમરના જોડિયાં ભાઈ-બહેનમાં જોવા મળ્યો છે. બન્ને ભાઈ-બહેનમાં આ ગંભીર બીમારી જોવા મળતાં પરિવાર ચિંતામાં મૂકાયો છે. બાળકોની સારવાર માટે પરિવારે 16 કરોડનાં 2 ઇન્જેક્શન ખરીદવા 32 કરોડ એકઠા કરવા ક્રાઉડ ફંડિંગનો સહારો લીધો છે. બાળકોમાં જવલ્લે જોવા મળતો SMA-1 તરીકે ઓળખાતો કરોડરજ્જુના પ્રોટીનને લગતો રોગ અતિ જોખમી છે. જેની સારવાર માટે અમેરિકાથી 16 કરોડનું એક ઇન્જેક્શન મંગાવવું પડે છે.
વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ શ્યામલ આર્કેડમાં રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરતા સાહિલ હરિકૃષ્ણ કિરીના લગ્ન બાદ 5 વર્ષે 15 જુલાઈ 2021માં 3 જોડિયાં સંતાનો થયાં હતાં, જે પૈકી પ્રથમ સંતાન પ્રથમ અને પ્રિશા 5 મહિના બાદ આ ગંભીર બીમારીની ચપેટમાં આવતા સારવાર શરૂ કરવામાં આવી હતી. આ રોગ માટે એક માત્ર ઉપાય 16 કરોડનું ઇન્જેક્શન હોવાથી માતા-પિતાએ લોકો સમક્ષ મદદ માંગી છે. પરિવારજનોએ રૂપિયા એકઠાં કરવા માટે મંદિરની બહાર ડબ્બો લઈને ઉભા રહી લોકો પાસે નાણાકીય સહાય માંગી હતી.
સાહિલભાઈએ મુંબઈની એનજીઓ ઇમ્પેક્ટ ગુરુમાં બે દિવસ અગાઉ રજીસ્ટ્રેશન કરાવતા દસ લાખ જેટલી સહાય મળી હતી.બીજી તરફ ડો.શર્બાની રાહાએ જણાવ્યું કે, શહેરમાં માત્ર એક બાળ દર્દીને કેન્દ્ર સરકારે 16 કરોડનું ઇન્જેક્શન ફ્રી આપ્યું હતું. આ મહિને તેનો છેલ્લો ડોઝ પૂરો થયો છે.
ડો. શર્બાની રાહાએ જણાવ્યું હતું કે, દેશમાં એસએમએ પીડિત બાળકોના વાલીનું સોશિયલ મીડિયા ગ્રૂપ અને તેમની વેબસાઇટ છે. બાળકનું આ રોગનું નિદાન થાય એટલે તેમાં અપડેટ કરીએ છીએ. વડોદરામાં એક બાળકને 16 કરોડનું ઇન્જેક્શન સરકારે મફત આપ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
