Team Chabuk-Gujarat Desk: કોરોના મહામારી સામે લડવા માટે સરકારની સાથે સાથે રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો અને સાધુ-સંતો પણ આગળ આવ્યા છે. દરેક પોત-પોતાની રીતે સહયોગ આપીને લોકોને મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના જાણિતા રામકથાકાર મોરારીબાપુ પણ કોરોના મહામારી સામે લડવા માટે આગળ આવ્યા છે. મોરારીબાપુએ કોરોના મહામારી સામે લડવા માટે 25 લાખના અનુદાનની જાહેરાત કરી છે.
હાલ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના સાનિધ્યમાં મોરારીબાપુની ઓનલાઈન રામકથા ચાલી રહી છે. આ રામકથા દરમિયાન કથાકાર મોરારીબાપુએ આ દાનની જાહેરાત કરી છે. મોરારીબાપુએ કોરોના મહામારી સામે લડવા માટે 25 લાખનું અનુદાન જાહેર કર્યું છે. તેમણે આ અનુદાન શ્રી સોમનાથ ટ્રસ્ટને અર્પણ કર્યું છે અને આ અનુદાનની રકમનો ઉપયોગ કોરોના મહામારી સામે લડવા માટે કરવા કહ્યું છે. સાથે જ સોમનાથમાં ચાલી રહેલી રામકથાના 9 દિવસ દરમિયાન દરરોજ 1100 રૂપિયાની કીટ 1100 લોકોને આપવાનો પણ સંકલ્પ જાહેર કરાયો છે.
અગાઉ પણ મોરારીબાપુ આપી ચુક્યા છે અનુદાન
રામકથાકાર મોરારીબાપુ અગાઉ પણ કોરોના મહામારી સામે લડવા માટે પોતાનું યોગદાન આપી ચુક્યા છે. મોરારીબાપુએ અમરેલી-ભાવનગરના રાજુલા, સાવરકુંડલા, મહુવા અને તળાજા તાલુકામાં સેવાકીય કાર્યો માટે 1 કરોડ રૂપિયાના અનુદાનની જાહેરાત કરી હતી. મોરારીબાપુએ તલગાજરડા ચિત્રકુટધામ હનુમાનજીના પ્રસાદીરૂપે તુલસીપત્ર રૂપે રૂપિયા 5 લાખનો ચેક સેવામાં મૂકવાની પણ જાહેરાત કરી હતી. વધુમાં સાવરકુંડલા, મહુવા, તળાજા, રાજુલા અને ભાવનગરમાં કોરોનાના દર્દીઓની સેવા માટે રૂપિયા 25-25 લાખ કરીને કુલ 1 કરોડની સહાયની રકમ જાહેર કરી ચુક્યા છે.
મહત્વનું છે કે શ્રી સોમનાથ હરિહર તીર્થધામમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી ટ્રસ્ટના નુતન રામ મંદિરેથી ગઈકાલે એટલે કે તારીખ 8 મે, શનિવારના દિવસથી 16 મે સુધી મોરારીબાપુની ઓનલાઈન રામકથા યોજાઈ રહી છે. હાલની કોરોના મહામારી દરમિયાન શ્રદ્ધાળુઓ ઘરે બેઠા આસ્થા ચેનલના માધ્યમથી 16 મે સુધી દરરોજ સવારે 10 થી 1 વાગ્યા સુધી રામકથા શ્રવણ કરી શકશે. આ ઓનલાઈન રામકથાના માધ્યમથી લોકોને હાલની સ્થિતિએ હિમ્મત મળશે. આ મહામારી દરમિયાન કથા સાંભળવા લોકો ઘરમાં રહેશે.
ગત વર્ષે પણ લોકડાઉન દરમિયાન ટીવી ચેનલના માધ્યમથી લોકોને “રામાયણ” અને “મહાભારત” જેવી પ્રસિદ્ધ સિરીયલનું પુનઃ પ્રસારણથી લોકોએ ઘરે બેઠા આ પ્રસિદ્ધ સિરીયલો નિહાળી હતી તેમ આ ઓનલાઈન રામકથા હાલની સ્થિતિએ લોકો ઘરે બેઠા કથાનું રસપાન કરવા ભક્તિમય પ્રેરણા પૂરી પાડશે.
હાલની કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી સૌને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવે છે કે બીનજરૂરી બહાર ન નીકળવું, સામાજીક અંતર જાળવવું, માસ્ક ફરજીયાત પહેરવું, તેમજ વારંવાર હાથની સફાઈ કરતા રહેવું, સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી છે.
જ્યારથી કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી મોરારીબાપુની પ્રત્યક્ષ રામકથા યોજાઈ નથી. ત્યારે લાંબા સમયથી મોરારીબાપુની કથાનું રસપાન કરવા લોકો આતુર બન્યા હતા. જો કે આજથી સોમનાથમાં મોરારીબાપુની ઓનલાઈન કથાનું આયોજન થતાં લોકોને ઘરમાં બેસીને કથા સાંભળવાનો અવસર સાંપડ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ લોકોને બિનજરૂરી બહાર નીકળ્યા વિના ઘરે બેસીને પરિવાર સાથે આ રામકથાનું રસપાન કરવા માટે આહ્વાન કરાયું છે.
નીચેની આપેલા ફેસબુક લોગો પર ક્લિક કરીને આપ અમારા ફેસબુક પેઈજને લાઈક કરી અમારી સાથે જોડાઈ શકો છો.
તાજેતાજો ઘાણવો
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?