Homeદે ઘુમા કેઆવું બનશે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ

આવું બનશે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ

Team Chabuk Sports Desk: અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અગાઉ ક્રિકેટની રમતના વિવિધ રેકોર્ડ્સ માટે જાણીતુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી તૈયાર થયેલા વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે વધુ જાણીતુ બન્યુ છે. ક્રિકેટ સિવાય અન્ય રમતોને પણ પ્રાધાન્ય મળે અને પ્રોત્સાહન મળે તે માટે સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું નિર્માણ પણ કરવામાં આવશે જેનુ ભૂમિપૂજન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે.

સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવની વિશેષતા

  • 50 હજાર બેઠકોનું એથ્લેટિક-ફુટબોલ સ્ટેડિયમ(400 મીટરના ટ્રેક સાથે)
  • 10થી 12 હજાર બેઠકો ઘરાવતુ ઇન્ડોર એરેના જ્યાંથી વિવિધ રમતોને જોઇ શકાશે
  • 4 લાખ ચોરસ મીટરનું ઇન્ડોર સ્પોર્ટસ સેન્ટર(વિવિધ રમતો માટે ફ્લેક્સીબલ હોલ અને મદદરૂપ જગ્યા સાથે)
  • 1 લાખ 20 હજાર ચોરસ મીટરનું ઇન્ડોર એક્વેટિક સેન્ટર(50×25મીટર ઇન્ડોર અને આઉટડોર પુલ સાથે )
  • 15 હજાર બેઠકો ધરાવતુ હોકી સ્ટેડીયમ
  • 5 હજાર બેઠકો ધરાવતુ રગ્બી, ફુટબોલ વગેરે માટેના મેદાન
  • 5 હજાર બેઠકો ધરાવતુ સાયકલીંગ માટેનું હેલોડ્રોમ
  • 5 હજાર બેઠકો ધરાવતુ ટેનિસ સ્ટેડિયમ અને 12 વધારાના ટેનિસ સ્પોર્ટસ
  • વિવિધ રમત ધરાવતા એરેના અને મેદાન
  • વોટર સ્પોર્ટસ માટે બોટીંગ કેન્દ્ર
  • બેડમીંટન, ટેબલ ટેનીસ, બોક્સિંગ અને તલવાર બાજી વગેરે માટે ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટસ
  • 3 હજાર એપાર્ટમેન્ટ સાથેનું એથ્લેટીક વિલેજ(12500 બેડ સાથે)
  • 7500 કાર અને 1500 દ્વિ-ચક્રી વાહનો માટેની પાર્કીંગ સુવિધા.

સ્પોર્ટ્સ એન્કલેવથી શહેરને રમત-ગમત માટેની જરૂરિયાતો સંતોષાવા સાથે રમત-ગમત ક્ષેત્રમાં પ્રોત્સાહન મળશે. આ સમગ્ર સુવિધાઓથી રમત-ગમત, એથ્લેટીક, ફુટબોલ, એક્વેટીક, બાસ્કેટબોલ, ટેનિસ, હોકી જેવી વિવિધ ઇન્ડોર અને આઉટડોર 20થી વધુ ઓલ્મપીક રમતો માટેની સગવડો ઉભી થતા મોટેરા સ્પોર્ટ્સ કેપીટલ તરીકે ઉભરી આવશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વિશેષતા

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ 63 એકરમાં પથરાયેલું છે. આ સ્ટેડિયમ 1 લાખ 32 હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમે ઓસ્ટ્રેલિયા સ્થિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની બેઠક ક્ષમતા કે જે 90 હજાર જેટલી છે.

આ સ્ટેડિયમ કુલ 2,38,714 સ્કેવર મીટર ક્ષેત્રફળ વિસ્તારમાં નિર્માણ થયેલું છે જે ઓલમ્પિક કક્ષાના 32 ફુટબોલ ગ્રાઉન્ડ જેટલુ થાય છે. કુલ 1,14,126 ઘન મીટર કોંક્રિટ અને 13,306 મેટ્રિક ટન  રેઇનફોર્સમેન્ટના ઉપયોગ વડે નિર્માણ પામ્યુ છે.  65 હાથીઓના વજન (260 ટન) જેટલું વજન ધરાવતી પ્રીકાસ્ટ-વાય પ્રકારની વિશિષ્ટ કોલમ પર આ સ્ટેડિયમ ટકેલુ છે.

આ વિશ્વનું એકમાત્ર સ્ટેડિયમ છે જ્યાં મુખ્ય પીચ અને પ્રેક્ટિસ પીચ માટે એક  જ પ્રકારની જમીની સપાટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિરાટ સ્ટેડિયમમાં કુલ 11 પીચ આવેલી છે. અહીં સ્ટેટ-ઓફ ધી- આર્ટ સબ સોઇલ ડ્રેનેજ થકી માત્ર 30 મિનિટમાં વરસાદી પાણીનો નિકાલ કરી શકાય છે.

સ્ટેડિયમમાં પરંપરાગત હાઇમાસ્ટ ફ્લડલાઇટ્સની જગ્યાએ એનર્જી એફિસીયેન્ટ એલ.ઇ.ડી. લાઇટના ઉપયોગથી 45 થી 50 ટકા જેટલો વીજ વપરાશમાં ઘટાડો થશે. વિશ્વમાં એકમાત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 4 ડ્રેસિંગ રૂમ અને અત્યાધુનિક મશીનરીથી સજ્જ 2 જીમ્નેશીયમ ધરાવે છે જેથી એક જ દિવસે એકથી વધુ ક્રિકેટ મેચનું આયોજન શક્ય બનશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments