Team Chabuk- National Desk: સાંસદ મોહન ડેલકરની આત્મહત્યાનું રહસ્ય વધુ ઘેરું બની રહ્યું છે. તેમણે લખેલી સુસાઈડ નોટ શા માટે જાહેર કરવામાં નથી આવતી તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. એવામાં મહારાષ્ટ્ર સરકારે તટસ્થ તપાસની ખાતરી આપી છે. મહારાષ્ટ્ર સરકાર મોહન ડેલકરની આત્મહત્યા મુદ્દે તપાસ કરશે. મહારાષ્ટ્રના ગૃહરાજ્યમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર પાસે ન્યાયની અપેક્ષા હોવાની વાત છે. 7 વખતના સાંસદ મુંબઇ આવે છે અને આપઘાત કરે છે. મને નથી લાગતું કે કોઈ અધિકારીના કારણે સાંસદ આપઘાત કરે છે. દાવો કરાયો છે કે, મોહન ડેલકરે સુસાઈડ નોટમાં તેમના મૃત્યુ મુદ્દે ન્યાય અપાવવાનો ઉલ્લેખ કર્યો છે.
બીજી તરફ દાદરાનગર હવેલીના ભાજપના પ્રફુલ્લ પટેલનું નામ સામે આવી રહ્યું છે. જેથી તમામ એંગલની તપાસ કરવામાં આવશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંત મહારાષ્ટ્રના ગૃહમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. જેમાં તેઓએ આ રજૂઆત કરી હતી. વીડિયો કોન્ફરન્સમાં વાતચીત દરમિયાન અનિલ દેશમુખે તપાસની ખાતરી આપી છે.
દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર લોકસભામાં સ્વીકારી ચુક્યા છે કે, અધિકારીઓ હેરાન કરે છે. તેમનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે, મારી વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા. કોરોના સમયે મને લોકોની મદદ કરતા રોકવામાં આવ્યો. દમણ મુક્તિ દિવસ પર મને સંબોધન ન કરવા દેવાયું.
દાદરાનગર હવેલીના સાસંદ મોહન ડેલકરનું આકસ્મિક મોત થયું હતું. મુંબઇની હોટલમાં મોહન ડેલકર મૃત હાલતમાં મળી આવ્યા હતા. મોહન ડેલકર સાત ટર્મથી દાદરાનગર હવેલીના સાંસદ હતા. તેમના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. મુંબઈ પોલીસે જણાવ્યા અનુસાર મોહન ડેલકરે પોતાના સત્તાવાર લેટરપેડ પર ગુજરાતી ભાષામાં 15 પાનાની સુસાઈડ નોટ લખી હતી. આ મુદ્દે મુંબઈ પોલીસ સાંસદના પરિવારની પણ પૂછપરછ કરશે. મહત્વનું છે કે, મોહન ડેલકર સામે CBI ખતરો હતો. મોહન ડેલકરના સાથીઓ પર ACBની તપાસ ચાલી રહી હતી.
સુસાઈડ નોટને સમજવા માટે મુંબઈ પોલીસે વિશેષજ્ઞોની મદદ લીધી હતી. સિલવાસાથી વિશેષજ્ઞોને બોલાવાયા હતા. પોલીસ સૂત્રો અનુસાર ડેલકરે લખેલી સુસાઈડ નોટ કોઈને સંબોધીને લખી નથી પરંતુ તેમા કેટલીય જગ્યાએ અન્યાય, અપમાન અને ભેદભાવ તરફ ઈશારો કર્યો છે. પોલીસે એ પણ તપાસ કરાવી રહી છે કે સુસાઈડ નોટ ડેલકરે જ લખી છે કે કેમ. આ તપાસ માટે હેન્ડરાઈટિંગ વિશેષજ્ઞોની પણ મદદ લેવા રહી છે.
કોંગ્રેસે કરાવી તપાસની માગ
બીજી તરફ મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે કહ્યું કે, સાંસદ મોહન ડેલકર આત્મહત્યા મામલે ભાજપની ભૂમિકા મુદ્દે તપાસ કરવાની માગ કરી છે. સાવંતે કહ્યું કે, ટૂંક સમયમાં તેઓ ગૃહમંત્રી અનિલ દેશમુખને મળશે અને ભાજપની ભૂમિકા મુદ્દે તપાસની માગણી કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત