Team Chabuk-Sports Desk: રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દિલ્હીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં 250 વિકેટ પૂરી કરી છે. ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર આઠમો બોલર છે. જાડેજા અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં 250 વિકેટ અને 2500 રન બનાવનાર પ્રથમ ભારતીય બની ગયો છે.
ઓવર ઓલ રેકોર્ડ પર નજર કરીએ તો દુનિયાનો તે બીજો ખેલાડી છે જેણે આ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા ઈંગ્લેન્ડના ઈયાન બોથમે 55 ટેસ્ટમાં 250 વિકેટ અને 2500 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનાર આઠમો બોલર છે. જેમાં વધુ વિકેટ અનિલ કુંબલે 619, આર અશ્વિન 457, કપિલ દેવ 434, હરભજન સિંહ 417, ઈશાંત શર્મા 311, જાહીર ખાન 311 અને બિશન સિંહ 266 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી ઝડપી 250 વિકેટ અને 2500 રન બનાવનાર રવિંદ્ર જાડેજા પ્રથમ ક્રિકેટર છે.
જાડેજાએ વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નાગપુર ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. છેલ્લા 10 વર્ષોથી તે નિયમિત ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યો છે. જાડેજા અત્યાર સુધીમાં 61 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. દિલ્હીમાં તે પોતાના કરિયરનો 62મો મુકાબલો રમી રહ્યો છે. ટેસ્ટમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા તેણે 2593 રન બનાવવા સિવાય 250 વિકેટ ઝડપી છે. ટેસ્ટમાં તેના નામે 3 સદી અને 18 અડધી સદી સામેલ છે. જેમાં તેનો હાઈ સ્કોર 175 રન નોટઆઉટ છે. બોલિંગની વાત કરીએ તો 48 રન આપી 7 વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
