Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ભારતીય ટીમના અભિયાનનો અંત આવ્યો છે. ટીમે વિશ્વકપના અંતિમ અને ઔપચારિક મેચમાં નામીબિયાની ટીમને નવ વિકેટથી સજ્જડ પરાજય આપ્યો હતો. વિરાટ કોહલીએ ટી ટ્વેન્ટીની પોતાની કેપ્ટનશીપ પણ છોડી દીધી છે. કોહલીની સાથે સાથે રવિ શાસ્ત્રી પણ કોચ પદ પરથી અલવિદા કરશે. જોકે તેમણે પદ છોડતા પહેલા નવા કપ્તાનની આગાહી કરી દીધી છે.
રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયા સાથેના પોતાના પ્રવાસ સિવાય ભારતીય ટીમના આગામી સંભવિત કેપ્ટનની પણ વાત કરી છે. તેમણે કહ્યું કે, રોહિત શર્મા ભારતીય ટીમને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. રવિ શાસ્ત્રીએ આ અંગે કહ્યું હતું કે, રોહિતના રૂપમાં આપણી પાસે એક યોગ્ય માણસ છે. તેણે અઢળક આઈપીએલ પુરસ્કાર જીત્યા છે. લાંબા સમયથી તે ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન પણ છે.
આ સાથે જ રવિ શાસ્ત્રીએ બે ટીમ અને બે કેપ્ટન પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બાયો બબલનો થાક અને અસંખ્ય સિરીઝને જોતા આ સમયે આ પ્રકારની વિભાવના હોવી જોઈએ. પોતાની વાતને આગળ રાખતા તેમણે કહ્યું હતું કે, બાયો બબલના થાકને જોતા બે ટીમ, બે કેપ્ટનની આ સમયે ખાસ જરુરિયાત છે. એ પણ જાણતા કે કેટલું ક્રિકેટ રમાય રહ્યું છે. ખેલાડીઓને બદલવાની જરૂર છે. તમે છ મહિના સુધી તમારા માતા પિતાને નથી મળી શકતા. હું માનસિક રૂપથી થાકી ચૂક્યો છું. મારી ઉંમરમાં આ સંભવ છે. પણ આ ખેલાડીઓ માનસિક અને શારીરિક બંને રૂપથી થાકી ચૂક્યા છે. છ મહિના બાયો બબલમાં… અને આઈપીએલ અને ટી ટ્વેન્ટી વચ્ચે અમે વિરામ પસંદ કરેત, કારણ કે જ્યારે મોટી રમત હોય છે, ત્યારે પ્રેશર હોય છે. ત્યારે તમે એ પ્રકારનું નથી રમી શકતા જે પ્રકારની તમારી રમત છે.
રવિ શાસ્ત્રીએ ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ટીમના ખરાબ પ્રદર્શન પર વાત કરતા કહ્યું કે, આ કોઈ બહાનું નથી. અમે હાર સ્વીકારીએ છીએ. અને અમે હારવાથી ડરતા નથી. જીતવાના પ્રયાસમાં તમે કેટલાક મેચ હારો છો. પણ અહીં અમે જીતવાની કોશિશ ન કરી કારણ કે અમારું એક્સ ફેક્ટર જ ગાયબ હતું. અંતમાં રવિ શાસ્ત્રીએ છઠ્ઠા બોલર પર પણ વાત કરતા કહ્યું કે, પહેલા અમારી પાસે ટોપ ઓર્ડરમાં છ એવા ખેલાડીઓ હતા, જે મિડલ ઓર્ડરમાં લાંબા શોટ્સ રમવામાં સક્ષમ રહેતા હતા. આ એ વિસ્તાર છે જેના પર અમારે કામ કરવાની આવશ્યકતા છે.

તાજેતાજો ઘાણવો
- IND vs ENG: લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચ 22 રનથી જીતી, રવિંદ્ર જાડેજાની લડાયક ઇનિંગ્સ વ્યર્થ ગઈ
- આજે રાજ્યના આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે