Homeદે ઘુમા કેઋષભ પંતની તબિયતને લઈ આવ્યા મોટા સમાચાર, જાણો ડિસ્ચાર્જ અંગે ડૉક્ટરોએ શું...

ઋષભ પંતની તબિયતને લઈ આવ્યા મોટા સમાચાર, જાણો ડિસ્ચાર્જ અંગે ડૉક્ટરોએ શું કહ્યું?

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. થોડા દિવસો પહેલા તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની રિકવરી વિશે માહિતી પણ આપી હતી. પંત હાલમાં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. InsideSports સાથે વાત કરતા, BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેમની તબિયત ઝડપથી સુધરી રહી છે. ડોક્ટર્સનું કહેવું છે કે જો બધું બરાબર રહેશે તો તેને આ અઠવાડિયે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. મેડિકલ ટીમે સારા સમાચાર આપ્યા છે. પંતે થોડા દિવસ પહેલા પોતાના સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ કરીને પોતાની રિકવરી વિશે જણાવ્યું હતું.

ઋષભ પંતે પોસ્ટ કરતા લખ્યું, “હું તમારી પ્રાર્થના અને સમર્થન માટે આભારી છું. દરેકને જણાવવા માંગુ છું કે મારી સર્જરી સફળ રહી છે અને હું ઝડપથી સાજો થઈ રહ્યો છું. મારો ઉત્સાહ વધારે છે અને હું દરરોજ સારું અનુભવું છું. આ મુશ્કેલ સમયમાં તમારા માયાળુ શબ્દો, સમર્થન અને સકારાત્મક ઉર્જા માટે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.

નોંધનીય છે કે 29 ડિસેમ્બર, 2022ના રોજ દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે સવારે પંતનો કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેને ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ તરત જ તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી, તેને અહીંથી એરલિફ્ટ કરવામાં આવ્યો અને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની વધુ સારવાર થઈ અને હવે તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments