Team Chabuk-Entertainment Desk: શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. શાહરુખની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર કમાણી કરી રહી છે. શાહરૂખ ખાનના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે માત્ર સાત જ દિવસમાં 300 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી છે.
શાહરૂખ ખાનની ફિલ્મ જલદી 300 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. પઠાણે સાતમા દિવસે બોક્સ ઓફિસ પર જીત મેળવીને હિન્દી સિનેમામાં નવો રેકોર્ડ બનાવ્યો છે. તરણ આદર્શના રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની પઠાણ એક અઠવાડિયામાં 300 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ એક્શન થ્રિલર ફિલ્મે વૈશ્વિક સ્તરે 500 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે.
રિલીઝના પહેલા સપ્તાહ બાદ શાહરૂખ ખાનની ફિલ્મની ટિકિટ પણ સસ્તી થવાના સમાચાર આવી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ ડાન્સ કરતા જોવા મળ્યા છે. આ દિવસોમાં ભોજપુરીથી લઈને દક્ષિણ સુધીના સ્ટાર્સ પણ પઠાણની ધૂન પર ડાન્સ કરતા જોવા મળે છે. 4 વર્ષ બાદ મોટા પડદા પર વાપસી કરી રહેલા કિંગ ખાને થિયેટરમાં તહેલકો મચાવ્યો છે.
પઠાણે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડ્યા
જ્યાં પઠાણે 7 દિવસમાં 300 કરોડની ક્લબમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. બાહુબલીએ 10 દિવસમાં 300 કરોડ, KGSએ 11 દિવસમાં 300 કરોડ, દંગલ 13 દિવસમાં, સંજુએ 16 દિવસમાં, PKએ 17 દિવસમાં અને વોરએ 19 દિવસમાં 300 કરોડની કમાણી કરી લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
