Homeગુર્જર નગરીરાજકોટ મહાનગરપાલિકાની નવી સ્કિમ, કોરોના રસીનો બીજો ડોઝ લો અને જીતો 50...

રાજકોટ મહાનગરપાલિકાની નવી સ્કિમ, કોરોના રસીનો બીજો ડોઝ લો અને જીતો 50 હજારનો સ્માર્ટફોન

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં અનેક લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા નથી પહોંચ્યા. ત્યારે બીજો ડોઝ લઈને લોકો સંપૂર્ણ સુરક્ષિત થાય તે માટે તંત્ર દ્વારા અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકોને કોરોના રસીનો બીજો ડોઝ લેવા માટે આકર્ષિત કરવા તંત્ર દ્વારા લોભામણી સ્કિમો બહાર પાડવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા બીજો ડોઝ લેનારને એક લિટર તેલ ફ્રી આપવાનું શરૂ કરાયું હતું ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક અનોખી સ્કિમ બહાર પાડવામાં આવી છે. જેમાં સાત દિવસની અંદર કોરોના રસીનો બીજો ડોઝ લેનારને 50 હજાર રૂપિયા સુધીનો સ્માર્ટફોન આપવાનું જાહેર કરાયું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રસીકરણ અભિયાનને વેગ મળે તે માટે આગામી તારીખ 4 ડિસેમ્બર સવારે 9 વાગ્યાથી તારીક 10 ડિસેમ્બર સાંજના 6 વાગ્યા સુધીના સાત દિવસના સમયગાળા દરમિયાન રાજકોટ શહેરના નાગરિકો માટે એક નવી સ્કિમ શરૂ કરી છે. આ સાત દિવસમાં જો કોઈ શહેરીજન કોરોના રસીનો બીજો ડોઝ લેશે તેને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 50 હજાર સુધીનો સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રોથી વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે. તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે રસીકરણની કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને રૂપિયા 21 હજારનું પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે.

રાજકોટ શહેરના મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મનપાના કમિશનર અમિત અરોરા અને આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્રીબેન ડોડીયાએ આ અંગેની માહિતી સમાચાર માધ્યમોને આપવામાં આવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાનો ઉદેશ છે કે શહેરના કોઇપણ નગરજનો કોરોના વેક્સિનથી વંચિત ન રહે અને વધારેને વધારે લોકો જાગૃત બને અને વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ ઝડપથી લઇ લે. જેથી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકી શકાય.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments