Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રોડ અકસ્માતમાં અનેક લોકોને અકાળે મોત નિપજી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. કાર અને બાઈક વચ્ચે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અકસ્માતની આ ઘટના જૂનાગઢ-મેંદરડા હાઈવે પર બની છે. કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે. કાર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો જોઈએ તો, જૂનાગઢ-મેંદરડા હાઈવે પર એક સ્વિફ્ટ કાર સાથે બાઈકનો અકસ્માત થયો છે. અકસ્માતની આ ઘટનામાં પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું છે. જ્યારે પત્નીને ઈજાઓ પહોંચી છે. બાઈક સવાર દંપતીને સ્વીફ્ટ કારના ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માતમાં પતિનું મોત થયું છે જ્યારે પત્નીને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. મૃતકને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જૂનાગઢ-મેંદરડા હાઈવે પર GJ-25-AA-3868 નંબરની સ્વિફ્ટ કાર અને GJ-03-BN-4463 નંબરના બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતાં પત્નીની નજર સામે જ પતિએ જીવ છોડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક અને કાર રસ્તાની નીચે ખેતરમાં ઉતરી ગયા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકો એકઠાં થઈ ગયા હતા. ત્યારબાદ અકસ્માત અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે તુરંત ઘટના સ્થળે દોડી આવીને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત