Team Chabuk-Gujarat Desk: દારૂ ધીમું ઝેર છે. એ કોઈને કોઈ રીતે નુકસાન કરતું જ હોય છે. સુરેન્દ્રનગરના તલાટીને તો દારૂ પીધા વગરનો જ નુકસાન કરી ગયો છે. ઘટના કંઈક એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પિયાવા ગામ ખાતે તલાટી તરીકેની ફરજ બજાવતા વિજય વશરામભાઈ ઘરે દારૂની બોટલ લઈ આવ્યા હતા. ઘરમાં દારૂની બોટલનો પ્રવેશ થતાં પત્ની ગુસ્સે ભરાઈ હતી અને પોલીસ સ્ટેશનમાં ફોન કરી દેતા પાર્ટી કરવા ઈચ્છુક તલાટી સીધા જેલ ભેગા થઈ ગયા હતા.
તલાટીની ધરપકડ થયા બાદ હવે આખા ગામમાં એક જ વાત પ્રસરી ગઈ છે કે તલાટીની વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ? આ સમગ્ર ઘટના કંઈક એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પિયાવા ગામે વિજયભાઈ તલાટી મંત્રી તરીકેની નોકરી કરે છે. તેમની પત્નીએ પોલીસને જાણ કરી દીધી હતી કે ઘરમાં એક ઈંગ્લીશ દારૂનું ટીન મળી આવ્યું છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાંથી તેમને ટીન અને તલાટી બંને હાથ લાગી ગયા હતા.
હવે જોવાનું એ રહે છે કે પત્નીની બાતમીના આધારે ધરપકડ કરાયેલા તલાટીની ઘટનામાં કોઈ મોટો વળાંક આવે છે કે નહીં. ગુજરાતમાં તો દારૂબંધી છે. એવામાં સરકારી કર્મચારીના હાથમાં ક્યાંથી આવી ગયો? ક્યાંથી આવ્યો? કોણ લાવ્યું? આવો સવાલો ઊભા થઈ રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા