Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં લૂંટની ઘટના બની છે. ‘માતોશ્રી’ નામના બંગલામાં નેપાળી નોકર દંપતિએ લાખો રૂપિયાની લૂંટ કરી છે. રાજકોટમાં રોયલ પાર્કમાં શેરી નં.7માં આ લૂંટની ઘટના બની છે. તરુણ સવારે 7 વાગ્યે સૂતો હતો ત્યારે નેપાળી નોકર અનિલ ઉર્ફે રામે તેને ઉઠાડ્યો હતો. ત્યાર બાદ તેના સાગરીતો સાથે મળીને તેણે તરુણને બંધક બનાવ્યો હતો. બાદમાં સોનાની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને અંજામ આપવામાં અનિલની પત્ની પણ સંડોવાયેલી છે. આ બનાવ દરમિયાન તરુણનો પરિવાર અમદાવાદ એરપોર્ટ પર હતો.
DCP ક્રાઈમ, DCP ઝોન-2 સહિતના અધિકારીઓ ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચ્યા છે. સોના, ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. બંગલામાં કામ કરતા નેપાળી શખસે અન્ય બે નેપાળી શખસને બોલાવીને ઘરમાં એકલા રહેલા 14 વર્ષના તરુણને ઓશીકું ફાડી તેના કાપડથી બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
આ લૂંટમાં 25 લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી છે. ઝોન-2ના DCP સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે રોયલ પાર્ક સોસાયટીમાં પ્રભાતભાઈ સિંધવનું મકાન છે. એમાં વહેલી સવારે તેમના જ ઘરમાં કામ કરતા શખસે અને બે અજાણ્યા શખસે લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. વહેલી સવારે ત્રીજા માળે જ્યાં પ્રભાતભાઈનો પુત્ર જશ સિંધવ સૂઈ રહ્યો હતો ત્યાં આ લોકોએ જશને ઉઠાડી ડરાવી, ધમકાવી અને છરી બતાવી હતી. બાદમાં રોકડા અને સોનાના દાગીના ક્યાં છે એવું કહ્યું હતું. બાદમાં સામે જે રૂમ હતો એમાં રોકડ અને સોનાના દાગીના હોવાનું જાણતા તેનો લોક તોડી અંદર રોકડા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસ હાલ તપાસ કરી રહી છે. જેટલા એક્ઝિટ રૂટ છે તેના પર પોલીસ હાલ સઘન તપાસ હાથ ધરી રહી છે. શહેરના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત