Team Chabuk-National Desk: ભારતની ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવવામાં આવેલી 4 કફ સિરપ પર WHOએ એલર્ટ જાહેર કર્યુ્ં છે. WHOએ કહ્યું કે આ ઉત્પાદનો ધોરણોને પૂર્ણ કરતા નથી. તે સલામત નથી, ખાસ કરીને બાળકોમાં તેના ઉપયોગથી ગંભીર સમસ્યાઓ અથવા મૃત્યુનું જોખમ છે. WHOએ કહ્યું કે ગામ્બિયામાં 66 બાળકોના કિડનીની સમસ્યાને કારણે મૃત્યુ થયા છે. આ સિરપના સેવનથી બાળકોના મોત થયા હશે. આ પ્રોડક્ટ પણ હાલમાં ફક્ત ગામ્બિયામાં જ મળી આવી છે.
WHOએ મેડિકલ પ્રોડક્ટ એલર્ટ જાહેર કર્યું છે. આ માત્ર ગામ્બિયા જેવા દેશો માટે જ નહીં, ભારત માટે પણ ખૂબ જ ગંભીર છે. જો ઘટના બાળકો સાથે સંબંધિત હોય, તો એલર્ટનો અર્થ વ્યાપક બને છે. ઘણા સવાલો છે. જેમ કે WHOનો વિગતવાર રિપોર્ટ, તે ભારતીય કંપની જ્યાં તેનું ઉત્પાદન થાય છે, શું આ સિરપ ભારતમાં પણ વેચાઈ રહી છે, શું તે ખરેખર જોખમી છે ?
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ