Homeદે ઘુમા કેવન-ડે: ટીમ ઈન્ડિયા તરફથી આ બંને ધમાકેદાર બેટ્સમને કરશે ઓપનિંગ

વન-ડે: ટીમ ઈન્ડિયા તરફથી આ બંને ધમાકેદાર બેટ્સમને કરશે ઓપનિંગ

Team Chabuk-Sports Desk: ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ અને ટી-20માં કબજો કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા વન ડે સિરીઝ પણ પોતાના નામે કરવા મેદાને ઉતરશે. ત્રણ મેચની સિરીઝની પ્રથમ મેચ આજે રમાશે. પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બપોરે 1.30 કલાકે મેચ શરૂ થશે. કોરોના વાયરસના કારણે વન ડે મેચ પણ દર્શકો વગર જ રમાશે.

રોહિત-શિખર કરશે ઓપનિંગ

શિખર ધવન માટે આ સિરીઝ બહુ મહત્વની છે. શિખર ધવન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 સિરીઝમાં કઈ ખાસ ઉકાળી શક્યો ન હતો. ત્યારબાદ તેને અન્ય મેચમાં મોકો મળ્યો ન હતો. શિખર ધવન રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરશે.જો આ બંને ખેલાડી સારી ઓપનિંગ કરે તો પાછળ ઈન્ડિયન ટીમનું બેટિંગ લાઈનઅપ સારું છે જેથી જીતની સંભાવના પણ વધી જાય છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આ વાતની મેચના એક દિવસ પહેલાં જ સ્પષ્ટતા કરી ચુક્યો છે. ટીમ ઈન્ડિયાના આ બંને બેટ્સમેનને સૌથી સારા ઓપનર માનવામાં આવે છે. રોહિત શર્મા હાલ ફોર્મમાં ચાલી રહ્યો છે. વન ડેમાં પણ તેનું ફોર્મ જળવાઈ રહે તેવી ફેન્સને આશા છે. રોહિત શર્મા પોતે પણ તેના ફોર્મને જાળવી રાખવાની કોશિશ કરશે.

ઈંગ્લેન્ડે ટેસ્ટ અને ટી-20માં જીતથી શરૂઆત કરી હતી, જો કે, સિરીઝ જીતવામાં તેઓ અસફળ રહ્યા હતા. હવે ઈંગ્લેન્ડનો કેપ્ટન ઈયોન મોર્ગન પોતાની આ ભૂલને સુધારવાની કોશિશ કરશે અને ભારતના પ્રવાસનો સકારાત્મક અંત લાવવાનો પ્રયાસ કરશે. બીજી તરફ ભારત આવતા વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓને આગળ વધારશે. કારણે કે આ વર્ષે હવે કોઈ મોટી વન ડે ટૂર્નામેન્ટ આવી નથી રહી.

કિંગ કોહલીના કમાલની રાહ

કેપ્ટન કોહલીએ ઈંગ્લેન્ડ સામે ટી-20માં શાનદાર પ્રદર્શન કર્યું. હવે વન ડેમાં પણ તેની પાસે ફેન્સને સદીની આશા છે. કિંગ કોહલી વન ડેમાં પણ મોટી ઈનિંગ રમવા પ્રયાસ કરશે. કારણ કે કોહલીએ છેલ્લા એક વર્ષથી વન ડે ક્રિકેટમા સદી નથી ફટકારી. વેસ્ટઈન્ડિઝ સામે 2019માં તેણે પોતાની 43મી સદી ફટકારી હતી. કોહલી આ મેચમાં પોતાની સદીના આંકડાને આગળ વધારવા પ્રયાસ કરશે.

કે.એલ.રાહુલ અને ઋષભ પંત બંનેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. કે.એલ. રાહુલનું સ્થાન બદલાઈ શકે છે. રાહુલને મધ્યક્રમમાં બેટિંગ માટે ઉતારાઈ શકે છે. બીજી તરફ પંતને વિકેટકિપિંગની જવાબદારી સાથે હાર્દિક સાથે ફિનિશરની ભૂમિકા ભજવવી પડશે.

સૂર્યકૂમાર, અય્યરમાંથી કોને મળશે સ્થાન ?

વન ડે માટે ઈન્ડિયાની મજબૂત ટીમ તૈયાર છે. હવે મુંઝવણ એ છે કે, પ્લેઈંગ ઈલેવનમાં કોને સ્થાન આપવું. તાજેતરમાં ટી-20માં સૂર્યકુમાર યાદવ શાનદાર પ્રદર્શન કરી દર્શકોના દિલ જીતી લીધા હતા એટલે તેને કદાચ ટીમમાં સ્થાન મળી શકે છે. બીજી તરફ શ્રેયસ અય્યર છે જેણે પણ વન ડે ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું છે. ટીમમાં કોને સ્થાન મળશે તે બપોરે ખબર પડી જશે.

ટીમ ઈન્ડિયા પાસે જેમ સારા બેટ્સમેન છે તેમ સારા બોલર્સ પણ છે. ઈંગ્લેન્ડને પરાસ્ત કરવા માટે ભૂવનેશ્વર કુમાર બોલિંગ કરશે. ભૂવી સાથે શાર્દુલ ઠાકુર મોરચો સંભાળી શકે છે. શાર્દુલ ઠાકુરે ટી-20માં આઠ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. 

હાર્દિક પંડ્યાની શું ભૂમિકા ?

હાર્દિક પંડ્યાને બેટિંગ ઉપરાંત બોલિંગની પણ ભૂમિકા મળી શકે છે. હાર્દિકને પાંચમાં બોલર તરીકે બોલિંગ કરાવાઈ શકે છે. આ ઉપરાંત ચહલ અને વોશિંગ્ટન સુંદરને પ્રાથમિકતા અપાઈ શકે છે.

ભારતની સંપૂર્ણ ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, શુભનમ ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ,  હાર્દિક પંડ્યા, ઋષભ પંત, કે.એલ.રાહુલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી.નટરાજન, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર

ઈંગ્લેન્ડની સંપૂર્ણ ટીમ

ઈયોન મોર્ગન ( કેપ્ટન ), મોઈન અલી, જોની બેરિસ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કુરેન,  ટોમ કુરેન, લિયામ લિવિંગસ્ટોન,  મૈટ પાર્કિંસન, આદિલ રાશીદ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપલે, માર્ક વૂડ, જૈક બોલ, ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments