Homeગામનાં ચોરેસોશિયલ મીડિયા પર ધડાધડ શેર થતી આ તસવીરે સૌની આંખો ઉઘાડીને રાખી...

સોશિયલ મીડિયા પર ધડાધડ શેર થતી આ તસવીરે સૌની આંખો ઉઘાડીને રાખી દીધી છે

Team Chabuk-International Desk: હવે સોશિયલ મીડિયાના કારણે અગણિત તસવીરો એવી આપણી સામે આવતી રહે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. આવા દૃશ્યો આપણે વારંવાર જોતા હોઈએ છીએ, પણ કોઈક વખત એવું બને છે કે સામેનું પાત્ર એવી નજરથી જોવા લાગે કે તસવીરને શેર કર્યા વિના રહી શકીએ નહીં.

આવી એક તસવીર ટ્વીટર પર વાઈરલ થઈ છે. તસવીરનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કે શ્રીમાન હર્ષ ગોયનકાએ તેને શેર કરી છે.

RPG ગ્રૂપના ચેરમેન ટ્વીટર પર ખાસ્સા એક્ટિવ રહે છે. હર્ષ ગોયનકાએ જ આ તસવીર શેર કરી છે. જેમાં ટીપ્પણી કરનારા લોકોનું મંતવ્ય બે ભાગમાં વિભાજીત થઈ ગયું છે. હર્ષ ગોયનકા ખૂદ એવું કહી રહ્યાં છે કે આ તસવીરમાં માતાની મમતા જોવા મળી રહી છે. જોકે મોટાભાગના લોકો એવું કહી રહ્યા છે કે આ સમાજની શર્મજનક સત્યતા છે.

આ તસવીર એક લગ્ન પ્રસંગની છે. ઘોડી ઉપર વરરાજાનો બેઠો છે. તેની સાથે સાથે લાઈટવાળા ચાલી રહ્યા છે. આ લાઈટવાળાઓમાં એક મહિલા પણ છે. તેણે પોતાના ખભ્ભામાં કાપડનો બનાવેલો હિંચકો લટકાવ્યો છે. જેની અંદર બાળક ઊંઘી રહ્યું છે. બેઉં હાથેથી તે માથામાં લાઈટને પકડીને ઘોડીની પાછળ ચાલી રહી છે. આ સમયે તેની નજર કેમેરામેનની સામે જાય છે અને તસવીર ક્લિક થઈ જાય છે.

‘‘હર્ષ ગોયન્કાએ આ તસવીર શેર કરીને લખ્યું છે કે – ક્યારેક ક્યારેક મને લાગે છે કે હું ખૂબ જ વધારે મહેનત કરું છું. અને ત્યાં મને આ તસવીર દેખાઈ! મારી સલામ!’’

હર્ષ ગોયનકાના આ ટ્વીટ પર લોકોની ધડાધડ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ગઈ. કોઈએ હર્ષ ગોયનકાની હામાં હા મિલાવીને સેલ્યુટ કરી દીધું. જોકે મોટાભાગના યુઝર્સે હર્ષ ગોયનકાની નિંદા કરી હતી. તેમણે હર્ષ ગોયનકાને કહ્યું કે, આ તસવીર ગર્વની નહીં પણ શર્મની છે.

કોઈ વ્યક્તિ લખે છે  – લોકો અમાનવીય વર્તનને સલામ કરી રહ્યા છે. આ જોઈને દુ:ખ થાય છે. આ કાંઈ એવું નથી જેના પર ગર્વ કરી શકાય. આ ખૂબ જ ખરાબ છે કે આ મહિલાને આ રીતે લાઈટ ઉઠાવવી પડી રહી છે.

આ વાતની સાથે સહમત થતા એક વ્યક્તિએ લખ્યું છે કે – આ હિંમત તેમણે પસંદ નથી કરી. કોઈ પોતાની મરજીથી આ શા માટે કરવા માગશે? એક દેશની રીતે આપણે અભાવમાં રહેનારી જનતાને નિરાશ કર્યા છે.

કોઈ લખે છે કે – ગરીબીનું મહિમામંડન કરવાનું બંધ કરો. આ તસવીર ચોખ્ખે ચોખ્ખુ દર્શાવી રહી છે કે દેશનાં લોકોની આવકમાં કેટલું અંતર છે અને ગરીબ લોકો જરા અમથા પૈસા માટે શું કરવા મજબુર છે. અસમાનતાની આ પ્રકારની તસવીરોથી સમાજે ડરવું જોઈએ.

એક વ્યક્તિએ લખ્યું કે આ ફોટોને શેર કરીને સેલ્યુટ લખવાની જગ્યાએ ગોયનકા એ મહિલાને શોધીને મદદ શા માટે નથી કરતા. ત્યારે ગર્વની વાત થશે. અને ત્યારે આપના ટ્વીટને અગણિત વખત રિ-ટ્વીટ કરીશું.

આલોચના કરનારા અગણિત ટ્વીટમાંથી એકને જવાબ આપતા હર્ષ ગોયનકાએ લખ્યું છે કે, ગરીબીનું મહિમામંડન નથી કરી રહ્યા. એક મા પોતાના બાળક માટે શું શું કરે છે. એ જણાવવાની કોશિશ કરી રહ્યા છીએ. આ એમની દૃષ્ટી છે જેની સાથે સંપૂર્ણ રીતે સહમત નથી. પણ એમની દૃષ્ટીથી જ આ તસવીર સૌની નજરમાં આવી છે. આ તસવીરથી આપણા સમાજનો અમાનવીય અને ક્રૂર ચહેરો સામે આવ્યો છે. જ્યાં એક મહિલા પોતાના નવજાત શીશુને લઈ કામ પર આવવા માટે મજબૂર છે. જ્યાં બાળક પેદા થયું છે છતાં પણ તેની પાસે આરામ કરવાનો કોઈ વિકલ્પ નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments