Team Chabuk-Sports Desk: રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. તે ODI ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. આ દરમિયાન તેણે શ્રીલંકાના પૂર્વ ઓપનર સનથ જયસૂર્યાનો રેકોર્ડ તોડ્યો હતો. મેચ પહેલા રોહિતને જયસૂર્યાનો રેકોર્ડ તોડવા માટે ચાર સિક્સરની જરૂર હતી. ઇનિંગની શરૂઆત કરવા આવેલા હિટમેને જયસૂર્યાને પાછળ છોડી દીધો હતો. જયસૂર્યાએ પોતાની ODI કરિયરમાં 270 સિક્સર ફટકારી હતી. તે જ સમયે, રોહિતે હવે ODI ક્રિકેટમાં 273 છગ્ગા ફટકાર્યા છે. રોહિતે ન્યૂઝીલેન્ડ સામે ઈન્દોરમાં રમાઈ રહેલી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન
વનડેમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાનના શાહિદ આફ્રિદીના નામે છે. આફ્રિદીએ 398 વનડેની 369 ઇનિંગ્સમાં બેટિંગ કરતા સૌથી વધુ 351 સિક્સર ફટકારી હતી. શાહિદ આફ્રિદી લગભગ 19 વર્ષ સુધી પાકિસ્તાન માટે રમ્યો. વનડેમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ બીજા નંબર પર છે. યુનિવર્સ બોસે 301 ODIની 294 ઇનિંગ્સમાં 331 સિક્સર ફટકારી હતી. જ્યારે શ્રીલંકાના ભૂતપૂર્વ ઓપનર સનથ જયસૂર્યાએ 445 વનડેની 433 ઇનિંગ્સમાં 270 છગ્ગા ફટકાર્યા હતા.
ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ ઈન્દોરમાં રમાઈ હતી. મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 385 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 85 બોલમાં 101 રન, ગિલે 78 બોલમાં 112 રન અને હાર્દિક પંડ્યાએ 38 બોલમાં 54 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 36, શાર્દુલ ઠાકુરે 25, ઈશાન કિશને 17 અને સૂર્યકુમાર યાદવે 14 રનનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડ તરફતી જેકોબ ડફીએ 100 રનમાં 3, ટિકનેર 76 રનમાં 3 વિકેટ લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર