Homeદે ઘુમા કેબેડલક બેંગ્લોર : હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું

બેડલક બેંગ્લોર : હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું

ઈન્ડિયન પ્રિમિયમ લીગ પોતાના રોચક તબક્કામાં પહોંચી ચૂકી છે. જ્યાં ફરી એક વખત વિરાટ કોહલીની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ સાથે જ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના અભિયાનનો અંત આવ્યો છે. ટીમે શરૂઆતથી જ લીગમાં પોતાની પકડ મજબૂત બનાવીને રાખી હતી પણ અંતમાં હૈદરાબાદે મોઢામાં આવેલો કોળિયો જૂટવી લેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું આઈપીએલની ટ્રોફી જીતવાનું સ્વપ્ન રોળાય ગયું હતું.

132 રનનો પીછો કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદે 19.4 ઓવરમાં 4 વિકેટે લક્ષ્ય મેળવી લીધું હતું.  કેન વિલિયમ્સને લીગમાં પોતાની 14મી ફિફટી ફટકારતા 44 બોલમાં અણનમ 50 રન કર્યા હતા. આ મેચ જીતીને હૈદરાબાદે ફાઈનલમાં પહોંચવાનો રસ્તો વધુ મજબૂત બનાવ્યો છે. હૈદરાબાદે ક્વોલિફાયર-2માં સ્થાન મેળવી લીધું છે. 8 નવેમ્બરે હવે અબુ ધાબીમાં હૈદરાબાદ દિલ્હી કેપિટલ્સ સાથે ટકરાશે. જે ટીમ જીતશે એ ફાઈનલમાં મુંબઈ સાથે ટકરાશે.

બેંગ્લોરની શરૂઆત નબળી રહી હતી ને તેણે હૈદરાબાદને 132 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 7 વિકેટે 131 રન કર્યા હતા. બેંગ્લોર માટે એબી ડિવિલિયર્સે સૌથી વધુ 56 રન ફટકાર્યા હતા. જ્યારે એરોન ફિન્ચ ટીમ માટે 32 રન જોડ્યા હતા. આ સિવાય બેંગ્લોરના તમામ ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે 3, ટી. નટરાજને 2 અને શાહબાઝ નદીમે 1 વિકેટ લીધી હતી. જેના કારણે બેંગ્લોર ઘુંટણીયે પડી ગયું હતું.

રોયલ ચેલેન્જર્સનો કેપ્ટન વિરાટ કોહલી ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો ન હતો. તે  જેસન હોલ્ડરની બોલિંગમાં ડાઉન ધ લેગ કીપર ગોસ્વામીના હાથે કેચ આઉટ થયો હતો. કોહલીએ 7 બોલમાં 6 રન કર્યા હતા. ત્યારબાદ દેવદત્ત પડિકલ હોલ્ડરની જ બોલિંગમાં પ્રિયમ ગર્ગના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 6 બોલમાં 1 રન કર્યો હતો.

સન રાઈઝર્સ હૈદરાબાદ તરફથી 50 રન અને જેસન હોલ્ડરે નિર્ણાયક ઈનિંગ રમી હતી. જેસન હોલ્ડરે છેલ્લે નવદીન સૈનીની ઓવરમાં બે ચોગ્ગા ફટકારી ટીમને જીત અપાવી હતી.

આ ઉપરાંત મનીષ પાંડેએ 24 અને ડેવિડ વોર્નરે 17 રન ફટકાર્યા હતા. મનીષ પાંડે એડમ ઝામ્પાની બોલિંગમાં કીપર ડિવિલિયર્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 24 રન કર્યા હતા. તે પછી પ્રિયમ ગર્ગને 7 રને પવેલિયન ભેગો કર્યો હતો.

રોયલ ચેલેન્જર્સની શરૂઆત સારી રહી હતી. સિરાજે હૈદરાબાદના ઓપનર્સને સસ્તામાં જ પરત મોકલ્યા હતા. શ્રીવત્સ ગોસ્વામી ઝીરો રન પર આઉટ થયો હતો. બીજી તરફ  ડેવિડ વોર્નર પણ 17 રને સિરાજની બોલિંગમાં કીપર ડિવિલિયર્સને કેચ આપી બેઠો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. રિદ્ધિમાન સાહા ઈજાગ્રસ્ત હોવાથી તેની જગ્યાએ હૈદરાબાદે શ્રીવસ્ત ગોસ્વામીને સામેલ કર્યો હતો. જ્યારે બેંગ્લોરે પોતાની ટીમમાં 4 ફેરફાર કર્યા હતા. ક્રિસ મોરિસ, શાહબાઝ નદીમ, ઇસુરુ ઉદાના અને જોશ ફિલિપની જગ્યાએ આરોન ફિન્ચ,  નવદીપ સૈની, મોઇન અલી અને એડમ ઝામ્પાને જગ્યા અપાઈ હતી. એ ફેરફાર પણ તેમને મેચમાં ફળ્યા નહોતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments