Homeગામનાં ચોરેઆ ગામમાં એક બે નહીં પણ ત્રણસો કૂતરાઓને મારી નાખ્યા

આ ગામમાં એક બે નહીં પણ ત્રણસો કૂતરાઓને મારી નાખ્યા

Team Chabuk-National Desk: આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના એક ગામમાં કથિત રીતે 300 રસ્તે રઝળતા કૂતરાઓને ઝેર આપી મારી દેવાની ઘટના સામે આવતા તંત્ર પર ફિટકાર વરસી રહ્યો છે. આ નિંદનિય અને જધન્ય કૃત્ય કરવા બદલ ત્રણસો કૂતરાની મોત પર એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટે ફરિયાદ પણ દાખલ કરાવી છે. આ ઘટના સામે આવતીની સાથે જ માણસાઈના રહ્યા સહ્યા દિવા પણ ઓલવાઈ ગયા હોય એવું લાગે છે. હાલ તો પરિતાપવિહિન આ વારદાતમાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

આ સમગ્ર ઘટના આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના લિંગાપાલેમ ગામની છે. જ્યાં કથિત રીતે ત્રણસો કૂતરાઓને ઝેર આપી મારી નાખવામાં આવ્યા. જાનવરોનાં અધિકારો માટે લડત ચલાવતી લલિતાએ રસ્તે રઝળતા કૂતરાઓની હત્યા મુદ્દે લિંગાપાલેમની પંચાયતને જવાબદાર ઠેરવી છે.

એક્ટિવિસ્ટ લલિતાનું આ અંગે કહેવું છે કે, ગ્રામપંચાયતે રસ્તે રખડતા કૂતરાઓની નસબંધી કરવાની જગ્યાએ તેમને મારવાનો નિર્ણય લીધો અને ઝેર આપી મારી નાખ્યા. લલિતાએ એમ પણ જણાવ્યું છે કે તે ગામની મુલાકાતે પણ ગઈ હતી. જ્યાં તેણે 300થી વધારે કૂતરાઓની દફનવિધિ થઈ રહી હોવાનું જોયું હતું. તેણે દફનવિધિનો વીડિયો પણ રેકોર્ડ કરી લીધો છે.

ત્રણસો કૂતરાઓને મારી નાખવાની હિચકારી ઘટનાની ફરિયાદ તેણે ધર્માજીગુડેમ પોલીસ સ્ટેશનમાં નોંધવી છે. પોલીસે કેસ ફાઈલ કરી દીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે એક બે નહીં ત્રણસો જેટલા કૂતરાઓને આખરે કયા કારણોસર મારી નાખવામાં આવ્યા તે સવાલ માથું ખંજવાળવા પૂરતો છે, કારણ કે સામાન્ય રીતે કૂતરાઓની જનસંખ્યા ઘટાડવા માટે તેમનું ખસીકરણ કરવામાં આવતું હોય છે. મારી નાખવામાં તો નથી જ આવતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments