Homeદે ઘુમા કેઉગ્ર તેંડુલકર : જે આ વાતને નથી સમજતા તેમના માટે રમતના મેદાનમાં...

ઉગ્ર તેંડુલકર : જે આ વાતને નથી સમજતા તેમના માટે રમતના મેદાનમાં કોઈ જગ્યા નથી

Team Chabuk-Sports Desk : સિડની ટેસ્ટ દરમિયાન ભારતીય ખેલાડીઓ પર થયેલી અભદ્ર ટીપ્પણી મુદ્દે ભારત તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. BCCI, કેપ્ટન વિરાટ કોહલી બાદ પૂર્વ ક્રિકેટર અને દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું છે કે, રમત એકતા માટે છે, ભાગલા પાડવા માટે નહી. ક્રિકેટ ભેદભાવ નથી કરતી. બેટ અને બોલ તેને પકડનારાની પ્રતિભાને ઓળખે છે. જાતિ, રંગ, ધર્મ કે પછી રાષ્ટ્રીયતા નહી. જે આ વાતને નથી સમજતા તેમના માટે રમતના મેદાનમાં કોઈ જગ્યા નથી. સચિનના આ ટ્વીટ પર ક્રિકેટ ફેન્સ ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા સાથે થેયલા વર્તન પર પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

વિરાટ કોહલી પણ આ વાતે ગુસ્સો વ્યક્ત કરી ચુક્યો છે. વિરાટે કહ્યું કે,  જાતિ પર ટીપ્પણી બિલકુલ પણ મંજૂર નથી. બાઉન્ડ્રી લાઈન પર હકીકતે ગુંડાગીરીની હદ પાર કરવામાં આવી રહી છે. મેદાન પર આવું જોવું દુઃખદ છે. નારાજ કોહલીએ કહ્યું કે, આ મામલે પુરી ગંભીરતાથી જોવાની જરૂર છે. આવા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવો જોઈએ.

આ મામલે BCCI સચિવ જય શાહે પણ પ્રતિક્રિયા આપી છે. જય શાહે કહ્યું કે, ક્રિકેટ અને સમાજમાં જાતિવાદને કોઈ સ્થાન નથી. મેં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) સાથે વાત કરી છે. CAએ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. BCCI અને CA એક સાથે ઉભા છે. ભેદભાવને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે.

CAએ ઈંટિગ્રિટી તેમજ સુરક્ષા અધ્યક્ષ સીન કેરોલે કહ્યું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દરેક પ્રકારના ભેદભાવપૂર્ણ વ્યવહારની આકરી નિંદા કરે છે. તેમણે કહ્યું કે, સિરિઝના આયોજક હોવાના કારણે અમે ભારતીય ક્રિકેટ ટીમના અમારા મિત્રોની માફી માગીએ છીએ અને આશ્વાસન આપીએ છીએ કે આ મુદ્દે અમે કડક કાર્યવાહી કરીશું.

દર્શકોએ સિરાજને અપશબ્દો કહ્યા હતા

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ચોથી ટેસ્ટના ચોથા દિવસે અભદ્ર ટીપ્પણીનો સામનો કરવો પડ્યો હતો. દર્શકોએ સિરાજ માટે મંકી અને ડોગ જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. ચોથા દિવસે જે સિરાજ સાથે બન્યું તે મેચના ત્રીજા દિવસે બુમરાહ સાથે પણ બની ગયું હતું. આ મુદ્દે બંને ખેલાડીઓએ ફરિયાદ પણ કરી હતી.

જ્યારે સિરાજ સાથે આ ઘટના બની ત્યારે જ સિરાજે પોલીસને પણ એ જગ્યાની માહિતી આપી દીધી હતી જ્યાંથી અવાજ આવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલાયના છ દર્શકોને બહાર કાઢ્યા હતા.

એક ખાનગી ન્યૂઝના અહેવાલ પ્રમાણે NSW અને ICC સાથે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડના ઓપરેટર્સ સાથે દોષિતોને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. ગ્રાઉન્ડમાં 800થી વધારે કેમેરા છે. સાથે જ તંત્ર પાસે તમામ દર્શકોની માહિતી પણ છે. કેમેરા અને તંત્રની નજરથી આરોપી બચી શકશે નહીં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments