Homeગામનાં ચોરે1 લાખ 69 હજાર 990 રૂપિયાના આ લેપટોપમાં એવા શું હીરા ટાંક્યા...

1 લાખ 69 હજાર 990 રૂપિયાના આ લેપટોપમાં એવા શું હીરા ટાંક્યા છે ?

Team Chabuk-Tech Desk : લેનેવોએ ભારતીય બજારમાં બે નવા લેપટોપ લોન્ચ કર્યા છે. Lenovo Yoga 9i અને Lenovo Yoga 5i. યોગા સિરીઝના આ બંને લેપટોપ ઉપરાંત લેનેવોએ Lenovo IdeaPad Slim 5iને પણ ભારતીય બજારમાં લોન્ચ કર્યુ છે. ત્રણે લેપટોપમાં 11th ટાઈગર લેગ પ્રોસેસર અને વેબકેમ પ્રાઈવસી શટર છે. આમા Lenovo Yoga 9i સૌથી પ્રીમિયમ લેપટોપ છે. આનું બેક પેનલ મિલિટ્રી ગ્રેડનું છે. આ ઉપરાંત આમા ડોલ્બી એટમોસ સાઉન્ડ, 4K  ડિસપ્લે સાથે સ્ટાઈલસનો સપોર્ટ છે.

Lenovo Yoga 9i ભારતમાં કિંમત 1 લાખ 69 હજાર 990 રૂપિયા છે. Lenovo Yoga 7iની કિંમત 99 હજાર અને Lenovo IdeaPad Slim 5iની કિંમત 63 હજાર 990 રૂપિયા છે. 15 જાન્યુઆરીથી ભારત આ ત્રણે લેપટોપનું વેચાણ શરૂ થશે.

Lenovo Yoga 9iની સ્પેસિફિકેશન્સ

Lenovo Yoga 9iમાં Windows 10 હોમ અને Windows 10 Pro બંને વિકલ્પ મળશે. આ લેપટોમાં અલ્ટ્રા એચડી આઈપીએસ ડિસપ્લે છે જેનું રિઝોલ્યુશન 3840×2160 પિક્સલ છે. ડિસપ્લે સાથે HDR 400 સપોર્ટ છે અને તેની વધુ બ્રાઈટનેસ 500 નિટ્સ છે. લેપટોમાં 11th  જનરેશનનું ઈંટેલ કોર i7-1185G7 પ્રોસેસર અને Intel Iris XE ગ્રાફિક્સ સાથે 16 જીબી રેમ અને Intel Iris XE ગ્રાફિક્સ સાથે 16 જીબી રેમ અને 1 ટીબીની એસએસડી સ્ટોરેજ છે. લેપટોપમાં ચાર સ્પીકર્સ છે જેમાં બે વૂફર્સ અને બે ટ્વીટર્સ સામેલ છે. લેપટોપમાં 60Whની લીથિયમ આયન પોલિમર બેટરી છે અને શટર પ્રાઈસી સાથે 1 મેગા પિક્સલનો વેબ કેમેરો છે. લેપટોપને ટેબલેટ અને પીસી બંને રીતે યુઝ કરી શકાય છે. સ્ટાઈલ પેન માટે અલગ એક સ્ટોલ છે.

Lenovo Yoga 7iની સ્પેસિફિકેશન્સ

Lenovo Yoga 7iમાં પણ  Windows 10 હોમ અને Windows 10 Pro બંને વિકલ્પ મળશે. આમા 15.6 ઈંચની ફૂલ એચડી આઈપીએસ ડિસપ્લે છે. ડિસપ્લે પર ટચનો સપોર્ટ છે. લેપટોપમાં i7-1165G7 પ્રોસેસર, ઈંટેલ Iris Xe ગ્રાફિક્સ, 16 જીબી રૈમ અને 1 ટીબીની SSD સ્ટોરેજ છે. આ લેપટોપમાં આપને 71Whની બેટરી મળશે જેને લઈને 16 કલાકના બેકઅપનો દાવો કરાયો છે. આ લેપટોપમાં ફ્રન્ટ સાઈડ સ્પીકર આપવામાં આવ્યા છે. જેની સાથે ડોલ્બી એટમોસનો સપોર્ટ છે. આ લેપટોપમાં પણ પ્રાઈવસી શટર સાથે 1 મેગા પિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

Lenovo IdeaPad Slim 5Iની સ્પેસિફિકેશન્સ

Lenovo IdeaPad Slim 5i Windows 10 હોમ છે. આ લેપટોપમાં 14 ઈંચની આઈપીએસ એન્ટી ગ્લેયર ડિસપ્લે છે. લેપટોમાં 11th જનરેશનનું ઈંટેલ કોર i7 ટાઈગર લેક પ્રોસેસર છે. સાથે જ લેપટોપમાં 16 જીબી રેમ Nvidia GeForce MX450 ગ્રાફિક્સ છે. લેપટોપમાં 720 પિક્સલ એચડી કેમેરા અને ચાર સ્પીકર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments