Homeગુર્જર નગરીસચિનના નામે છે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ, જાણો ટોપ...

સચિનના નામે છે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ, જાણો ટોપ ટેનમાં કોણ છે

Team Chabuk-Sports Desk: 5 દિવસ સુધી ચાલનારી ટેસ્ટ મેચમાં બેટ્સમેન અને બોલરો બંનેના સંયમની સંપૂર્ણ કસોટી થાય છે. આમ તો દરેક ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા અને ભારતીય ખેલાડીઓનો દબદબો યથાવત છે. ટેસ્ટ ક્રિકેટ પણ તેમાં સામેલ છે. ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ટેસ્ટમાં સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે. સચિન સિવાય ત્રણ ભારતીય બેટ્સમેન ચોગ્ગા ફટકારવાના મામલે ટોપ-10ની યાદીમાં છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા ટોપ 10 ખેલાડીઓ વિશે જણાવીશું જેમણે ટેસ્ટમાં સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે.

સચિન તેંડુલકર

ભારતના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોમાં તેણે 2058થી વધુ ચોગ્ગા ફટકાર્યા છે. તે આ યાદીમાં પ્રથમ ક્રમે આવે છે.

રાહુલ દ્રવિડ

ભારતીય ટીમના વર્તમાન કોચ અને ભૂતપૂર્વ મહાન ભારતીય બેટ્સમેન રાહુલ દ્રવિડે ટેસ્ટમાં 164 મેચ રમી છે. આ દરમિયાન તેણે 1654 ચોગ્ગા ફટકાર્યા છે.

બ્રાયન લારા

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન બ્રાયન લારાએ 131 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 1559 ચોગ્ગા ફટકાર્યા છે.

રિકી પોન્ટિંગ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન રિકી પોન્ટિંગે 168 મેચ રમી છે. આ દરમિયાન તેણે 1509 ચોગ્ગા ફટકાર્યા છે.

કુમાર સંગાકારા

શ્રીલંકાના ભૂતપૂર્વ મહાન વિકેટ કીપર બેટ્સમેન કુમાર સંગાકારાએ 134 મેચ રમી છે. આ દરમિયાન તેણે 1491 ચોગ્ગા ફટકાર્યા છે.

જેક્સ કાલિસ

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર જેક કાલિસે પોતાની ટીમ માટે 166 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 1488 ચોગ્ગા ફટકાર્યા છે.

એલિસ્ટર કૂક

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકે 161 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 1442 ચોગ્ગા ફટકાર્યા છે.

મહેલા જયવર્દને

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને 149 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. આ દરમિયાન તેણે પોતાના બેટથી 1387 ચોગ્ગા ફટકાર્યા છે.

શિવનારાયણ ચંદ્રપોલ

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલે 164 ટેસ્ટ મેચ રમી છે. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 1285 ચોગ્ગા ફટકાર્યા છે.

વિરેન્દ્ર સેહવાગ

ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે ભારત માટે 104 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 1233 ચોગ્ગા ફટકાર્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments