Homeદે ઘુમા કેબુમરાહની ફિટનેસને લઈ સામે આવ્યું મોટુ અપડેટ, જાણો ક્યારે મેદાનમાં પરત ફરશે

બુમરાહની ફિટનેસને લઈ સામે આવ્યું મોટુ અપડેટ, જાણો ક્યારે મેદાનમાં પરત ફરશે

Team Chabuk-Sports Desk: બુમરાહ પીઠની ઈજાના કારણે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. પીઠની ઈજાને કારણે તે 2022નો T20 વર્લ્ડ કપ રમી શક્યો નહોતો. ગયા મહિને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ બે ટેસ્ટ માટે પણ તેની પસંદગી કરવામાં આવી ન હતી. હવે તેની ઈજાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં.

ક્રિકેટ વેબસાઇટ ઇનસાઇડ સ્પોર્ટ્સે તેના એક અહેવાલમાં બીસીસીઆઇના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, “દુર્ભાગ્યવશ, તેણે (જસપ્રિત બુમરાહ) સિરીઝ ગુમાવવી પડશે. તે સ્વસ્થ થવાનો છે, પરંતુ હજુ સંપૂર્ણ રીતે ફિટ થયો નથી. જેમ કે અમે પહેલા કહ્યું છે. જેમ કે આપણે જોયું છે કે તેનું બળજબરીથી વાપસી કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી તે વધુ સારું છે કે તે પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય અને તેની આઈપીએલ ટીમમાં જોડાય, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સની મેડિકલ ટીમ હંમેશા તેના પર નજર રાખશે.”

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments