Team Chabuk-Gujarat Desk: સુરતમાં વિધર્મી યુવકે નામ બદલીને કિશોરીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરીને લઈ ગયાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવકે પોતાનું નામ બદલીને હિન્દુ કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં કિશોરીનું અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે અપહરણ અને લવજેહાદની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે આરોપીને ઝડપીને કિશોરીને છોડાવી લીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
મળતી વિગતો પ્રમાણે 21 વર્ષીય આરોપી મલિક મોહમદ ભૈયાનગરના નારાયણનગરમાં રહે છે અને આ વિસ્તારમાં જ કાપડના ખાતામાં નોકરી કરી રહ્યો છે. આરોપી મલિક મોહમદે પોતાનું નામ બદલીને રાહુલ રાખી દીધું હતું અને હાથ પર પણ રાહુલ નામનું ટેટુ કરાવ્યું હતું. આરોપીએ તેના વિસ્તારમાં જ રહેતી મૂળ ઉત્તર પ્રદેશની 17 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ કિશોરીને પોતાનું નામ રાહુલ હોવાનું જણાવ્યું હતું. જેથી કિશોરી આ યુવકની વાતમાં આવી ગઈ હતી. કિશોરીનો પરિવાર મોભાદાર પરિવાર છે. આરોપી મલિક વિશ્વાસઘાત કરીને કિશોરીનું અપહરણ કરીને લઈ ગયો હતો. જેથી કિશોરીના પરિવારે પુણા પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરી હતી.
આરોપી યુવક વિધર્મી હોવાથી પોલીસ ઈન્સ્પેક્ટર વી.યુ.ગડરિયાએ તુરંત ટીમોને દોડાવી તપાસ શરૂ કરાવી હતી. પુણા પોલીસે અપહરણ અને લવ જેહાદની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી આરોપીને પકડી લીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીની માતા હિન્દુ છે અને પિતા મુસ્લિમ છે. તેણે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેના સરકારી રેકોર્ડ પર તેનું નામ મોહમદ મલિક છે. લવ જેહાદની આ ઘટનાને પગલે પુણા વિસ્તારમાં લોકોમાં આક્રોશ ફેલાયો છે. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા