Team Chabuk-Business Desk: ધનતેરસ અને દિવાળીના પર્વમાં સોનાની ખરીદી કરવા માટે સારું મુહૂર્ત હોય છે. દિવાળીના તહેવાર દરમિયાન લોકો સોનાની ખરીદી કરતાં હોય છે. ત્યારે આ વર્ષે સોનાની ખરીદી કરનારા માટે સારા સમાચાર છે. દિવાળી પહેલા સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આજે મલ્ટી કૉમેડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતમાં મોટો ઘટાડો આવ્યો છે. 10 ગ્રામ સોનાની કિંમતમાં 0.93 ટકા ઘટાડો નોંધાયો છે. આજે બુધવારે 3 નવેમ્બરે સોનું 448 રૂપિયા સસ્તું થયું છે. આજે એટલે કે દિવાળીના એક દિવસ પહેલા જ 10 ગ્રામ સોનાની કિંમત 47,513 રૂપિયા થઈ ગઈ છે. આજે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આજે ચાંદીની કિંમત 0.04 ટકા ઘટી ગઈ છે. આ સાથે જ એક કિલોગ્રામ ચાંદીની કિંમત 63,200 રૂપિયા થઈ ગઈ છે.
3 હજાર રૂપિયા સસ્તુ સોનું
ગયા વર્ષની દિવાળી અને આ વર્ષની દિવાળી પર સોનાના ભાવની સરખામણી કરીએ તો આ વર્ષે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે દિવાળી પર સોનાની કિંમત 50,625 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જ્યારે આજે સોનાની કિંમત 47,513 રૂપિયા છે. એટલે કે ગત દિવાળી કરતા આ દિવાળીએ સોનુ 3000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
આજે સોનાની કિંમતમાં 0.93 ટકા ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળેલા સંકેતને પગલે સોનાની કિંમતમાં ઘટાડો આવ્યો છે. જ્યારે અમેરિકન બૉન્ડ યીલ્ડમાં ઉછાળો અને ડૉલરની મજબૂત માંગને પગલે સોનાની કિંમતમાં ઘટાડો આવ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત