Homeગુર્જર નગરીપોરબંદર જિલ્લામાં ૨૫મી ઓક્ટોબરથી સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧નો પ્રારંભ

પોરબંદર જિલ્લામાં ૨૫મી ઓક્ટોબરથી સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧નો પ્રારંભ

Team Chabuk-Gujarat Desk:  પોરબંદર જિલ્લામાં તા.૨૫મી ઓક્ટોબરથી સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧નો પ્રારંભ કરવામાં આવશે. તા.૨૩ ડિસેમ્બર સુધી ચાલનાર આ સર્વેમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરેલ એજન્સી મારફતે ગ્રામીણ વિસ્તારમાં નિયત માપદંડોના આધારે સ્વચ્છતાના સ્તરનુ સર્વગ્રાહી મૂલ્યાંકન કરશે. આ સર્વેક્ષણમાં નાગરિકો ઓનલાઈન મોબાઈલ એપના માધ્યમથી પણ પોતાના પ્રતિભાવ આપી શકશે.

advertisement-1

કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ-૨૦૨૧ હેઠળ ભારત સરકાર દ્વારા નિયુક્ત કેન્દ્રીય એજન્સી મારફતે પોરબંદર જિલ્લાના તાલુકાના રેન્ડમલી ગામો નકકી કરીને તેમાં સ્વચ્છ ભારત મિશનની કામગીરીનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે.

advertisement-1

સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧ અંતર્ગત કુલ ૧૦૦૦ ગુણમાંથી એજન્સી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. જેમાં સર્વિસ લેવલ પ્રગતિના ૩૫૦ ગુણ, સીધા મૂલ્યાંકનના ૩૦૦ ગુણ અને નાગરીકોના પ્રતિભાવોના ૩૫૦ ગુણ (મોબાઇલ એપ) નાગરીકોના પ્રતિભાવોને ધ્યાને લેવામાં આવશે. પોરબંદર જિલ્લાના ગામોમાં સ્વચ્છતાનો સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. જેમાં શૌચાલયની ઉબ્ધતા, શૌચાલયોનો ઉપયોગ, વેરાયેલા કચરાની સ્થિતિ, પાણી ભરાયેલા ખાબોચીયાની સ્થિતિ અને નાગરિકોનો રૂબરૂ અને ઓનલાઈન પ્રતિભાવનો સમાવેશ કરવામાં આવશે.

advertisement-1

વર્ષ-૨૦૨૧ના સર્વેક્ષણનો રાષ્ટ્રીય કક્ષાએ તા.૦૯ સપ્ટેમ્બર-૨૦૨૧ થી પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧નો તા.૨૫ ઓક્ટોબર-૨૦૨૧ થી ૨૩ ડિસેમ્બર-૨૦૨૧ સુધી ચાલનાર છે. નાગરિકોએ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રતિભાવ આપવા માટે પ્લે-સ્ટોરમાંથી SSG-2021 મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમજ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ વેબસાઇટ પરથી ઓનલાઇન પ્રતિભાવો આપી શકશે. સ્વચ્છતાલક્ષી સર્વેક્ષણમાં લોકોએ પોતાનો અભિપ્રાય આપવા પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્રારા અનુરોધ કરાયો છે.

advertisement-1

આ કામગીરી માટે નિયામક જિલ્લા  ગ્રામ વિકાસ એજન્સી, પોરબદર દ્વારા આરોગ્ય શાખા, પ્રાથમિક અને માધ્યમિક શાળા, આઇ.સી.ડી.એ., વિભાગ તથા તાલુકા વિકાસ અધિકારી, પોરબંદર, રાણાવાવ અને કુતિયાણાની  કામગીરી અંગે આયોજન અને માર્ગદર્શન માટે બેઠક યોજવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments