Homeગામનાં ચોરેઆ સમસ્યાના કારણે મનમોહન સિંહને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા

આ સમસ્યાના કારણે મનમોહન સિંહને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા

Team Chabuk-Gujarat Desk: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહની તબિયત નાદુરુસ્ત થતાં તેમને AIIMSમાં ભરતી કરવામાં આવ્યા છે. 88 વર્ષીય મનમોહન સિંહને તાવ અને અશક્તિની ફરિયાદ હતી, એ પછી હાલ તેમનો ઈલાજ એઈમ્સના કાર્ડિયો ન્યૂરો ટાવરમાં કરવામાં આવી રહ્યો છે. સાંજના એઈમ્સના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તેમની તબિયત હવે સ્થિર છે. તેમને તાવની સમસ્યા હોવાથી ભરતી કરવામાં આવ્યા હતા.

advertisement-1

મનમોહન સિંહ હાલ રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. 2004થી 2014 સુધી દેશના પ્રધાનમંત્રી પણ રહ્યા હતા. મનમોહનની તપાસ માટે દિલ્હીની એઈમ્સની મેડિકલ બોર્ડનું ગઠન પણ કરવામાં આવ્યું છે. જેને ત્યાંના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા હેડ કરી રહ્યા છે. 19 એપ્રિલના રોજ મનમોહન સિંહ કોરોના વાઈરસથી સંક્રમિત થયા હતા. તેમને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. દસ દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

advertisement-1

પૂર્વ પીએમ મનમોહન સિંહના કોરોના સંક્રમિત થવામાં ખાસ વાત એ રહી હતી કે ભારત બાયોટેકની કોવેક્સિનના બંને ડોઝ આપ્યા હોવા છતાં સંક્રમિત થયા હતા. વેક્સિનનો પ્રથમ શોટ 3 માર્ચ અને બીજો ચાર એપ્રિલના રોજ લીધો હતો.

advertisement-1

ડૉ.મનમોહન સિંહને આ સિવાય ડાયાબિટીસની પણ બીમારી છે. તેમની બે બાઈપાસ સર્જરી થઈ ચૂકી છે. 1990ની સાલમાં બ્રિટનમાં પ્રથમ અને 2009માં એઈમ્સમાં પ્રધાનમંત્રી કાર્યકાળ દરમ્યાન થઈ હતી. ગત વર્ષ દવાના રિએક્શનના કારણે પણ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments