Homeગામનાં ચોરેટાટાને એર ઈન્ડિયાની કમાન સોંપ્યા બાદ પણ સરકારની આટલી જવાબદારી રહેશે, જેમાંથી...

ટાટાને એર ઈન્ડિયાની કમાન સોંપ્યા બાદ પણ સરકારની આટલી જવાબદારી રહેશે, જેમાંથી છટકવું મુશ્કેલ છે

Team Chabuk-National Desk: ભારે નુકસાન અને દેવાના ડુંગર તળે દબાયેલી સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાને ભારે કશ્મકશ બાદ તેનો માલિક તો મળી ગયો પણ છેલ્લા દસ વર્ષથી આ વિમાની કંપનીએ કર દેનારાઓના 1,57,339 રૂપિયા હવામાં ઉડાવી દીધા છે. ડિસેમ્બર મહિનામાં કંપનીની કમાન ટાટા સમૂહને સોંપ્યા સુધી સરકારને તેની પાછળ ભારે રકમ ખર્ચ કરવી પડશે.

advertisement-1

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે, એર લાઈન્સને ચલાવવા માટે સરકારને અત્યાર સુધીમાં એક મોટી રકમ ખર્ચ કરવી પડી છે. ટાટા સમૂહને કંપનીની કમાન સોંપ્યા બાદ પણ સરકારના ભાગમાં મોટી જવાબદારી રહે છે. જેની ચૂકવણી પણ કરદાતાઓના પૈસે જ કરવામાં આવશે. 2009-10થી અત્યાર સુધીમાં એર ઈન્ડિયાની પાછળ ખર્ચેલી રકમમાં સૌથી વધારે ભાગીદારી દેવું અને ચૂકવણીની જ રહી છે. 2019માં સરકારે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ હેઠળ નવી કંપની એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડ બનાવી અને તેમાં 29,464 કરોડ રૂપિયા નાખ્યા હતા. એટલે કે કંપની ખરીદરનારા સમૂહને આ પૈસાનું ચૂકવણું કરવાનું રહેતું નથી. પણ સરકાર ચૂકવણી કરશે.

advertisement-1

વિનિવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારની પાસે એર ઈન્ડિયાની નોન કોર સંપત્તિ બચશે. જેમાં ભૂમિ, પવન, ભવન, પેન્ટિંગ, હોટલ વગેરેનો સમાવેશ થાય છે. વિશ્લેષકોનું અનુમાન છે કે આ સંપત્તિની કુલ કિંમત 14,718 કરોડ રૂપિયા છે. જેમાં 7-8 હજાર કરોડની ભૂમિ, 3-4 હજાર કરોડના ભવન, પેન્ટિગ અને અન્ય સામાનોની અંદાજીત કિંમત 2000 કરોડ રૂપિયા હશે. જોકે આ કિંમત પર કોઈ ખરીદદાર મળવું એ આકરું છે. આ સિવાય સરકારની પાસે એર ઈન્ડિયાની ચાર સંબંધિત કંપનીઓની જવાબદારી પણ રહેશે. જેની કિંમત આશરે 1,000 કરોડ રૂપિયા હશે. આ સંપત્તિઓના ખરીદનારા મળવા પણ મુશ્કેલ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments