Homeદે ઘુમા કેસંજૂની સિક્સ મહિલા ફેન માટે બની દર્દનાક, ચાલુ મેચે સંજુએ માગી માફી,...

સંજૂની સિક્સ મહિલા ફેન માટે બની દર્દનાક, ચાલુ મેચે સંજુએ માગી માફી, જુઓ વીડિયો

Team Chabuk-Gujarat Desk: જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમે અનેક રેકોર્ડસ બનાવ્યા. સંજુ સેમસન અને તિલક વર્માએ યજમાન ટીમના બોલરોને ધોઈ નાખ્યા. આ બંનેની સદીની ઇનિંગ્સના આધારે ભારતે 1 વિકેટે 283 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. અને દક્ષિણ આફ્રિકન ટીમ 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

છેલ્લી બે ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થયેલા ઓપનર સંજુ સેમસને સદી ફટકારી હતી અને આ દરમિયાન તેણે સિક્સર ફટકારી હતી જેના કારણે મેચ જોવા આવેલી યુવતીના ચહેરા પર વાગતા તે ઇજાગ્રસ્ત થઇ હતી. પરંતુ જોહાનિસબર્ગમાં અંતિમ T20માં તેણે શાનદાર વાપસી કરી હતી અને સિક્સ વડે તેની ફિફ્ટી પૂરી કરી હતી. પચાસ રન પૂરા કર્યા પછી તેણે બીજી સિક્સ ફટકારી પરંતુ કમનસીબે તે બોલ દર્શકોની વચ્ચે બેઠેલી મેચની મજા માણી રહેલી યુવતીને જઈને વાગ્યો હતો.

શુક્રવારે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી સિરીઝની ચોથી અને છેલ્લી T20 મેચની 10મી ઓવરમાં સંજુ સેમસનનો શોટ મેચ જોઈ રહેલી એક છોકરીને લાગ્યો હતો. સાઉથ આફ્રિકાના બોલરોને ખરાબ રીતે હંફાવી રહેલા ભારતીય ઓપનરે 10મી ઓવરના પહેલા બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી.

બીજો બોલ મિડલ અને લેગ પર ફુલર હતો અને સંજુ સેમસને તેને ડીપ મિડ-વિકેટ પર ફટકાર્યો હતો. દર્શકોમાં બેઠેલી એક છોકરી બોલને જોઈ રહી ન હતી અને તે પહેલા સુરક્ષા ગાર્ડને વાગ્યો અને પછી તેના ચહેરા પર વાગ્યો. ઈજાને કારણે તેની આંખોમાં આંસુ આવી ગયા હોવાથી તેને તાત્કાલિક બરફથી સારવાર આપવામાં આવી હતી. સેમસને પણ છોકરીની માફી માંગી જ્યારે તેણે જોયું કે તે ઘાયલ થઈ છે. મહત્વનું છે કે, પ્રથમ ટી20માં સદી ફટકાર્યા બાદ સતત બે મેચમાં શૂન્ય પર આઉટ થયા બાદ ફરીથી સદી ફટકારી હતી. તે બીજી અને ત્રીજી ટી20માં શૂન્ય પર આઉટ થયો હતો.

Sanju hit six female fan cry

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments