Team Chabuk-National Desk: હરિયાણવી ડાન્સર સપના ચૌધરીનું ‘તેરી અખિયાં કા યો કાજલ’ (Teri Aakhya ka yo kajal ) ગીત ફરી વાયુવેગે વાયરલ થઈ રહ્યું છે. આ ગીતના વ્યૂ 24 કરોડ 38 લાખથી વધુ પહોંચી ગયા છે. આમ તો સપનાનું આ ગીત બહું જૂનું છે. પરંતુ તેના વ્યૂ હજુ વધી રહ્યા છે. યુટ્યૂબ ચેનલ પર તેને 27 માર્ચ 2018માં અપલોડ કરાયું છે. શરૂઆતમાં જ લાખો લોકોએ આ ગીતને સાંભળ્યું હતું અને તેના તાલે ઝુમ્યા પણ હતા.
દાવો કરાયો છે કે ત્યારબાદ સોંગના વ્યૂ વધવાની ગતિ ધીમી થઈ ગઈ હતી. જો કે, હવે ફરીથી આ વીડિયો જોવાઈ રહ્યો છે. આ વીડિયો સોનુટેક પંજાબી નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે.

મૂળ હરિયાણાની સપના ચૌધરીના ફેન ફોલોઈંગ આખા દેશમાં છે. તે જ્યાં પણ જાય છે, તેને જોવા માટે ટોળા ભેગા થઈ જાય છે. હરિયાણા ઉપરાંત સપના ચૌધરીએ યુપી, બિહાર અને મધ્યપ્રદેશના ઘણા રાજ્યોમાં સ્ટેજ પરફોર્મન્સ આપ્યું છે. હરિયાણવી ડાન્સર, અભિનેત્રી અને ગાયિકા સપના ચૌધરી (Sapna Choudhary dance) માતા બન્યા બાદ એક પછી એક નવા હરિયાણવી ગીતોમાં જોવા મળી રહી છે જેને પણ લોકો ખુબ પ્રેમ આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર વીડિયો નવો હોય કે જૂનો, તે વાયરલ થવામાં સમય લાગતો નથી. આ વીડિયોમાં સપના ડાન્સ કરી રહી છે, તે ગીતના શબ્દો છે, ‘તેરી અખિયાં કા યો કાજલ’. સોંગમાં ભરેલા પંડાલમાં જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેના ડાન્સ સ્ટેપ્સના લોકો દિવાના થઈ રહ્યા છે. કોરાનાને કારણે સપના ક્યાંય પણ સ્ટેજ પર પરફોર્મ કરી શકી ન હતી. એટલા માટે તેના ચાહકો તેના જૂના વીડિયો જોઈને જ પોતાનું મનોરંજન કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત