Homeદે ઘુમા કેમેજર અપસેટ: આઈસીસીમાં છઠ્ઠો ક્રમાંક ધરાવતી અને ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવી ખમતીધર ટીમોને...

મેજર અપસેટ: આઈસીસીમાં છઠ્ઠો ક્રમાંક ધરાવતી અને ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવી ખમતીધર ટીમોને પરાજય આપનારી ટીમ સ્કોટલેન્ડ સામે હારી ગઈ

Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપના ક્વાલિફાઈંગ રાઉન્ડમાં પ્રથમ મેજર અપસેટ સર્જાયો છે. સ્કોટલેન્ડની ટીમે 6 વિકેટથી બાંગ્લાદેશની ટીમને પરાજય આપ્યો હતો. સ્કોટલેન્ડે પ્રથમ બેટીંગ કરતા 140 રનનું લક્ષ્યાંક અનુભવી ટીમની સામે રાખ્યું હતું. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 134 રનમાં જ જમીનદોસ્ત થઈ ગઈ હતી. બાંગ્લાદેશ આઈસીસી ટી ટ્વેન્ટી રેન્કિંગમાં હાલ છઠ્ઠા સ્થાન પર છે. જ્યારે સ્કોટલેન્ડ 14માં સ્થાન પર છે.

advertisement-1

સ્કોટલેન્ડ માટે આ વિજય અભુતપૂર્વ એટલા માટે પણ છે, કારણ કે કેટલાક મહિનાઓ પહેલા બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી ખમતીધર ટીમોને પરાજય આપ્યો હતો. આ મેચમાં સ્કોટલેન્ડ તરફથી ક્રિસ ગ્રીવ્સે બેટર અને બોલર બંને રીતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેણે 28 બોલમાં 45 રનની આક્રામક ઈનિંગ રમી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. બોલિંગમાં તેણે બે વિકેટ લઈ મહત્વનું યોગદાન આપ્યું હતું.

advertisement-1

આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને સ્કોટલેન્ડને પ્રથમ બેટીંગ માટે આમંત્રિત કર્યું હતું. સ્કોટલેન્ડ તરફથી ક્રિસ ગ્રીવ્સે સર્વાધિક 45 રન બનાવ્યા હતા. તેણે 28 બોલમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 45 રન બનાવી ટીમમાં જોશનો સંચાર કર્યો હતો. મુંશી 29 અને માર્ક વાટના 22 રનના કારણે સ્કોટલેન્ડની ટીમ નિર્ધારિત વીસ ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 140 રન સુધી પહોંચી હતી. બાંગ્લાદેશ તરફથી મેંહદી હસને ચાર ઓવરમાં 19 રન આપી સર્વાધિક ત્રણ વિકેટ લીધી હતી. શાકિબ અલ હસન અને મુસ્તફિઝુર રહેમાને બે-બે વિકેટ મેળવી હતી.

advertisement-1

અલ અમીરાતની આ પીચ બેટીંગ માટે અનુકૂળ હતી અને મેદાન પણ નાનું હતું. એવામાં પીચ પર 160નો સ્કોર બનાવી શકાય એમ હતો. જોકે બાંગ્લાદેશની આંતરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલી ટીમને 140 કરતા પણ ફીણા આવી ગયા હતા. સૌમ્ય સરકાર અને લિટિન દાસે ખરાબ શોટ રમતા વિકેટ ફેંકી દીધી હતી. શાકિબ અને મુશ્ફિકુરે ઈનિંગને સંભાળી પણ ક્રિસ ગ્રીવ્સના ઓલરાઉન્ડર પ્રદર્શને બોલિંગ વડે પણ આક્રમણ કરતા આ બંને બેટ્સમેનોને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આફિક હુસૈન અને મહમુદુલ્લાહએ મેચમાં પરિવર્તન આણવાનો પ્રયાસ કર્યો હતો પણ તે સફળ નહોતો રહ્યો. મેંહદી હસને અંતિમ ઓવરમાં 17 રન લઈ એડીચોટીનું જોર લગાવ્યું હતું. પણ મેચ સ્કોટલેન્ડના નસીબમાં લખેલી હતી. બાંગ્લાદેશે 134 રન અને હારથી સંતોષ માનવો પડ્યો હતો. ત્યારે આવનારા સમયમાં વિશ્વકપમાં ભાગ લેનારી નવી ટીમો કયા મેજર અપસેટ સર્જે છે તે જોવાનું રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments