Homeતાપણુંટ્વીટરીયો વિવાદ: રાહુલ બાદ વધુ પાંચ કોંગ્રેસ નેતાના એકાઉન્ટ લોક

ટ્વીટરીયો વિવાદ: રાહુલ બાદ વધુ પાંચ કોંગ્રેસ નેતાના એકાઉન્ટ લોક

Team Chabuk-Political Desk: દેશમાં ટ્વીટરનો વિવાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. પ્રથમ દેશના આઈટી મંત્રીનું ટ્વીટર હેન્ડલ નિલંબિત કર્યા બાદ ટ્વીટરે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઊન્ટ અસ્થાયી રૂપથી નિલંબિત કરી દીધું હતું. હવે કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે બુધવારે મોડી રાત્રે રણદીપ સુરજેવાલા સહિત પાંચ મોટા કોંગ્રેસના નેતાઓનું ટ્વીટર લોક કરી દેવામાં આવ્યું છે.

કોંગ્રેસે કહ્યું છે કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી અજય માકન, લોકસભા પાર્ટીના સચેતક મનિકમ ટાગોર, અસમ પ્રભારી અને પૂર્વ કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહ અને મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવના ટ્વીટર એકાઊન્ટને લોક કરી દેવામાં આવ્યા છે.

પાર્ટીના સોશિયલ મીડિયા પ્રભારી એઆઈસીસી સચિવે નરેન્દ્ર મોદી અને ટ્વીટરના માલિક જેક ડોર્સીને ટેગ કરતા ટ્વીટ કર્યું છે કે, રાહુલ ગાંધી બાદ હવે રણદીપ સુરજેવાલા, અજય માકન, મનિકમ ટાગોર, જીતેન્દ્ર સિંહ, સુષ્મિતા દેવના ટ્વીટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાનો વિરોધ નોંધવ્યો છે અને પાર્ટીએ અન્યાયની વિરુદ્ધ લડવાનું ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે.

કોંગ્રેસે ટ્વીટર પર સરકારના દબાણમાં આવી જઈને રાહુલ ગાંધીના એકાઊન્ટની વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીની નજીક આવેલા વિસ્તારમાં સગીર દલિત બાળકી પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બન્યા બાદ આક્રોશિત પરિવારજનો અને સ્થાનીક લોકોને મળવા માટે રાહુલ ગાંધી ન્યાયની માગની સાથે ત્યાં પહોંચ્યા હતા. તેમણે બાળકીના માતા પિતાની તસવીર ટ્વીટર પર પોસ્ટ કરી હતી.

રાહુલ ગાંધીના ટ્વીટરની વિરુદ્ધ રાષ્ટ્રીય બાલ આયોગે ફરિયાદ કરતા રાહુલ ગાંધીના ટ્વીટને પ્રથમ હટાવવામાં આવ્યું હતું. એ બાદ રાહુલના ટ્વીટરને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. એ બાદ તેમના એકાઉન્ટને ફરી ચાલુ કરી લોક કરવામાં આવ્યું હતું. આ કારણે રાહુલ ગાંધી છેલ્લા બે દિવસથી ટ્વીટર પર સક્રીય નથી અને એક પણ ટ્વીટ નથી કરી શક્યા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments