Team Chabuk-Gujarat Desk: બે દિવસ પૂર્વે, ‘અરે ભાઈ ગોઠવાય ગ્યાં છે!’ ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચેટ વાઈરલ થયા બાદ રાજકીય અખાડા તરીકે ખ્યાતનામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવાદ કલગીમાં વધારો થયો છે. હવે સમગ્ર ભરતી પ્રક્રિયાને રદ કરી દઈ કુલપતિ દ્વારા પાંચ ફેકલ્ટીના ડિનને આજે સોમવારના રોજ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની અછત પ્રવર્તી રહી છે. છેલ્લા દસ વર્ષથી કરાર આધારિત પ્રોફેસરોની ભરતી કરી યુનિવર્સિટી ગાડું દોડાવે છે. અગાઉ નેકની ટીમ દ્વારા પણ કાયમી પ્રોફેસરોની ભરતી કરવા અંગે ટકોર કરવામાં આવી હતી.

એવામાં 88 પ્રોફેસરોના ઈન્ટરવ્યૂ લેવાઈ ગયા અને ફાઇનલ કરી, બંધ કવર કુલપતિને સોંપી દીધા હતા. 88 અધ્યાપકોની ભરતી પ્રક્રિયામાં મને ગમે તે મારુંની કાર્યવાહી ઉડીને આંખે વળગી રહી હોવાનો આક્ષેપ થયો હતો. જેમાં ગમતી વ્યક્તિની માથે તિલક કરાતા હોવાનો વિવાદ સર્જાયો હતો. આક્ષેપ-પ્રતિ આક્ષેપની વચ્ચે યુનિવર્સિટી દ્વારા ભરતી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી અને અંતે નામ પણ ફાઈનલ કરી દેવામાં આવ્યા. એવામાં વોટ્સએપ ચેટના સ્ક્રિનશોટ વાઈરલ થયા બાદ શિક્ષણજગતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફજેતી થઈ હતી અને ભરતી પ્રક્રિયા રદ કરવાની નોબત આવી પડી હતી.

આ બધી વાતોમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે. વાતો થઈ રહી છે કે એક સિન્ડિકેટ સભ્ય દ્વારા પોતાનો રાજકીય હેતુ સિદ્ધ ન થયો હોવાના કારણે વોટ્સએપ ચેટ લીક કરી દીધી છે. હવે આજે પાંચે ડિનને બોલાવવામાં આવ્યા બાદ યુનિવર્સિટી શું નિર્ણય લે છે તેના પર સૌની નજર હશે. કુલપતિ નીતિન પેથાણીના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ચર્ચાનો રિપોર્ટ રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવશે.

કયા નામો બહાર આવ્યા હતા?
કયા કયા ગમતા લોકોને કરાર આધારિત નોકરીની પીઠી ચોપડવામાં આવી છે, તેના નામ પર એક ઉડતી નજર કરી લો જોઈએ. ગણિત ભવનમાં મેથેમેટિક્સ સાંકેત બદિયાણી, અનિલ પરમાર, ભાવિન જોષી, મિતલ વ્યાસ, બાયોસાયન્સમાં કિરણ ચુડાસમા, મિતલ કનેરિયા, જ્યોતિ જીગ્યાસી, શ્વેતા પાઠક, ભાવિક વાંકાણી, કલ્પનાબેન રાખોલિયા, અંગ્રેજીમાં ટ્વિંકલ ચંદારાણા, મનીષ પડિયા, હિન્દી ભવનમાં યોગેશ દવે, જયેશ વ્યાસ, શિલ્પાબેન કામલિયા, એ.ડી શેઠ. પત્રકારત્વ ભવનમાં ડૉ. યશવંત હિરાણી, જિતેન્દ્ર રાદડિયા, સમાજશાસ્ત્રમાં વિપુલ આડતિયા, રચના વાઘેલા, ઈતિહાસ ભવનમાં જિજ્ઞેશ સાંખટ…
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત