Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર: એક જ સમાજના બે પરિવારો વચ્ચે ધીંગાણું, મકાન સળગાવી સ્વાહા કર્યું

સુરેન્દ્રનગર: એક જ સમાજના બે પરિવારો વચ્ચે ધીંગાણું, મકાન સળગાવી સ્વાહા કર્યું

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના મૂળીના કુકડા ગામે એક જ સમાજના યુવક યુવતીએ ભાગીને કોર્ટ મેરેજ કરી લેતા, યુવતીના પરિવારના નવ લોકો લાકડી, ધારિયા લઈ યુવકના ઘરે પહોંચ્યા હતા અને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે. બીજી બાજુ રોષમગ્ન પરિવારજનોએ યુવકનું મકાન સળગાવી નાખ્યું હતું. જેમાં રહેલી ઘર વખરીમાં બે બાઈક સહિતનો સામાન સ્વાહા થઈ ગયો હતો. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

advertisement-1

ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈકાલના રોજ સુરેન્દ્રનગરના મૂળીના કુકડા ગામે એક જ કોમ્યુનિટીના બે પરિવારો વચ્ચે તણખા ઝર્યાં હતાં. હથિયાર લઈ ત્રાટકી પડેલા નવ જેટલા લોકોએ મકાનને આગ લગાવી ભસ્મીભૂત કરી નાખતા આસપાસના વાતાવરણમાં તણાવ પ્રસરી ગયો હતો. પુત્રી કુંજલે થોડા દિવસ અગાઉ ભાગીને પાડોશમાં રહેતા મોહન સાથે કોર્ટમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ વાતનું કુંજલના પરિવારજનોને મનદુ:ખ હતું. જેમાં નવ લોકો યુવકના પરિવાર ઉપર તૂટી પડ્યા હતા. હુમલામાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

advertisement-1

એ પછી મકાનને આગ લગાવી દેતા બે બાઈક સહિતનો ઘરવખરીનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. આગના કારણે બધું ભડભડ સળગતું રહ્યું હતું પણ કોઈ આગ ઓલવવા માટે આગળ આવ્યું નહોતું. આસપાસ રહેલા લોકો પણ આ હુમલાના કારણે ડઘાઈ ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં 108 મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલ ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે, જેમાં બબુબેન મનસુખભાઇ ધાધરેટીયા, બાજુબેન ચતુરભાઇ ધાધરેટીયા, મનસુખભાઇ ચતુરભાઇ ધાધરેટીયાનો સમાવેશ થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments