Homeગામનાં ચોરેએક સાથે 9 બાળકને જન્મ આપવાનો વિશ્વ રેકોર્ડ આ મહિલાએ તોડી નાખ્યો

એક સાથે 9 બાળકને જન્મ આપવાનો વિશ્વ રેકોર્ડ આ મહિલાએ તોડી નાખ્યો

Team Chabuk-International Desk: ગત મહિને એક મહિલાએ એક સાથે 9 બાળકને જન્મ આપીને દુનિયાને ચોંકાવી દીધી હતી. સાથે જ મહિલાએ એક સાથે 9 બાળકને જન્મ આપવાનો વિશ્વ રેકોર્ડ પણ બનાવી નાખ્યો હતો. પરંતુ આ રેકોર્ડ માત્ર એક જ મહિનામાં તૂટી ગયો છે. સાઉથ આફ્રિકાની એક મહિલાએ આ વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો છે. સાઉથ આફ્રિકાની આ મહિલાએ એક સાથે 10 બાળકને જન્મ આપીને નવો વિશ્વ રેકોર્ડ સ્થાપી દીધો છે.

ગત મહિને એક ગર્ભાવસ્થાથી સૌથી વધુ બાળકને જન્મ આપવાનો રેકોર્ડ મોરક્કોના માલીની હલીમા સિસી નામની મહિલાએ બનાવ્યો હતો. તેણે એક સાથે 9 બાળકને જન્મ આપીને ગિનિઝ બુક ઓપ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. પરંતુ તેનો આ વિશ્વ રેકોર્ડ માત્ર એક મહિનાની અંદર જ તૂટી ગયો છે.

મળેલી માહિતી પ્રમાણે સાઉથ આફ્રિકામાં 7 જૂનના રોજ 37 વર્ષની ગોસિયામી ઘમારા સિટહોલ નામની મહિલાને 10 બાળકને જન્મ આપવા માટે ઓપરેશન કરાવવું પડ્યું. આ મહિલાએ સાત દીકરા અને 3 દીકરીને જન્મ આપ્યો છે. ગર્ભાવસ્થા દરમિયાન તપાસ વખતે ડોક્ટરે 6 બાળક હોવાનું કહ્યું હતું.

આફ્રિકન મીડિયાના જણાવ્યા અનુસાર સિટહોલના પતિને આઠ બાળક જન્મવાની આશા હતી. તપાસ દરમિયાન બે બાળકની જાણકારી મળી નહતી. તેમણે કહ્યું કે કદાચ બે બાળક બીજી કોઈ ટ્યૂબમાં ફસાઈ ગયા હોઈ શકે છે. દંપતી 10 બાળકના જન્મથી ખૂબ ખુશ છે. પરિવારમાં હાલ ઉજવણીનો માહોલ છે.

એક સાથે 10 બાળકને જન્મ આપવો ગોસિયામી ઘમારા સિટહોલ માટે આસાન કામ નહતું. ઓપરેશન દરમિયાન ડોક્ટરોએ પણ ખૂબ જ સાવચેતી દાખવી હતી. જેથી તમામ બાળકને બચાવવામાં સફળતા મળી હતી. સિટહોલે સ્થાનિક મીડિયાને કહ્યું હતું કે, તે પોતાની પ્રેગનેન્સીને લઈને ચિંતિત હતી. સિટહોલે જણાવ્યું કે તે ખૂબ જ બીમાર થઈ ગઈ હતી. તેના માટે આ ખૂબ જ મુશ્કેલ સમય હતો. હાલમાં પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. પરંતુ હવે તેને આદત પડી રહી છે. સિટહોલના તમામ બાળકો હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments