Team Chabuk-Sports Desk: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો (Saurav Ganguly) એક કિર્તીમાન તૂટી ગયો છે. જૂની સ્ટાર સ્પોર્ટ ચેનલમાં વિન્ટેજ ક્રિકેટ દર્શાવવામાં આવતું ત્યારે સૌરવ ગાંગુલીની ટેસ્ટની ડેબ્યુ મેચ વારંવાર દેખાડવામાં આવતી હતી. એ મેચ કેટલાકને કડકડાટ પાક્કી પણ થઈ ગઈ હશે. એ મેચને અનુલક્ષીને જ એક સમાચાર સામે આવ્યા છે. કારકિર્દીમાં અસંખ્ય કિર્તીમાન રચનારા સૌરવ ગાંગુલીએ લોર્ડ્સના મેદાનમાં ટેસ્ટ ડેબ્યુ પર જ સેન્ચુરી મારી દીધી હતી. એ ગાંગુલી માટે યાદગાર સેન્ચુરી રહી છે, કારણ કે વિદેશી ગ્રાઉન્ડમાં ભારતીય ટીમનો ખેલાડી ઝળક્યો હતો.
1996ની સાલમાં ડેબ્યુ મેચમાં દાદાએ (Saurav Ganguly) ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 131 રનની ઈનિંગ રમી હતી. બસ, આ રેકોર્ડ જ તૂટી ગયો છે. ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવૉન કૉન્વેએ તેને પોતાના નામે કરી લીધો છે. તેણે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ શરૂ થયેલી ટેસ્ટ સિરીઝના પહેલા જ દિવસે આ કિર્તીમાન રચી દીધો.
ડેવૉન કૉન્વેએ 83મી ઓવરમાં ગાંગુલીની 131 રનની ઈનિંગને પાર કરી લીધી હતી. 25 વર્ષ પહેલા ગાંગુલીએ 301 બોલમાં 131 રનની ઈનિંગ રમી હતી. એ સાથે જ તેઓ ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ મેદાનમાં સદી ફટકારનારા ત્રીજા બેટ્સમેન બન્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે ગાંગુલી અને ડેવૉન કૉન્વે બંનેનો જન્મદિવસ એક સાથે જ છે. 8 જુલાઈના રોજ.
Devon Conway passes Sourav Ganguly's 131 in 1996 for the highest score on Test debut at Lord's! 👏
— ESPNcricinfo (@ESPNcricinfo) June 2, 2021
Conway and Ganguly also share a birthday of July 8 😲 pic.twitter.com/lPP7hlP0Ff
મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન અને બેટ્સમેન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. જોકે આરંભમાં તેમનો નિર્ણય ખોટો સાબિત થતો લાગ્યો હતો જ્યારે કેન વિલિયમસન અને સીનિયર બેટ્સમેન રોસ ટેલર સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જોકે ડેવૉન કૉન્વે પર આ વાતની બિલકુલ અસર પડી નહોતી. એ એક બાજુથી સતત રન એકઠા કરતો રહ્યો હતો. ડેવૉન કૉન્વેએ 163 બોલ પર કારકિર્દીની પ્રથમ સેન્ચુરી પૂર્ણ કરી હતી. ડેવૉન કૉન્વે ટેસ્ટ ડેબ્યુના પહેલા જ દિવસે લોર્ડ્સના મેદાનમાં સેન્ચુરી ફટકારનાર પ્રથમ ક્રિકેટર પણ છે.
ઈંગ્લેન્ડની ટીમમાંથી ડેબ્યુ કરી રહેલા ઓલી રોબિન્સને ટૉમ લાથમ અને રૉસ ટેલરની વિકેટ લીધી હતી. જેથી પ્રથમ ટેસ્ટ ડેબ્યુ કરનારાઓ માટે યાદગાર રહી હતી. જ્યારે પોતાની 161મી ટેસ્ટ રમી રહેલા અનુભવી બોલર જેમ્સ એન્ડરસને વિલિયમસનની વિકેટ લીધી હતી. ટેસ્ટમાં વિલિયમસન સાતમી વખત એન્ડરસનનો શિકાર બન્યો હતો. બોલને ડિફેન્ડ કરવા જતાં 13 રનના સામાન્ય સ્કોર પર વિલિયમસન બોલ્ડ થઈ ગયો હતો. ડેવૉન કૉન્વેની નોટઆઉટ 136 રનની ઈનિંગના કારણે ન્યૂઝીલેન્ડ પ્રથમ દિવસની રમત પૂર્ણ થવા સુધીમાં ત્રણ વિકેટ ગુમાવીને 246 રન બનાવ્યા છે. ડેવૉન કૉન્વેની સાથે હેનરી નિકલ્સ 46 રન બનાવીને ક્રિઝ પર નોટ આઉટ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત